Home દેશ - NATIONAL હિમાચલના CM વીરભદ્ર સામે EDની કાર્યવાહી, 27 Crનું ફાર્મહાઉસ લીધું ટાંચમાં

હિમાચલના CM વીરભદ્ર સામે EDની કાર્યવાહી, 27 Crનું ફાર્મહાઉસ લીધું ટાંચમાં

314
0

(જી.એન.એસ), તા.૩ નવી દિલ્હી.
ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનું એક ફાર્મ હાઉસ ટાંચમાં લીધું છે. તેની કિંમત 27 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઈડીએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરી. ફાર્મ હાઉસને વીરભદ્રના પુત્રની કંપની મૈપલે ખરીદ્યો હતો.
ઈડીના એક અધિકારીનું કહેવું છે કે પ્રોપર્ટી ખરીદવા માટે બ્લેક મનીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈડીનો એવો પણ દાવો છે કે પ્રોપર્ટીની કિંમત એક કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 5.47 કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે વીરભદ્ર સિંહની વિરુદ્ધ સીબીઆઈએ આવકથી વધુ સંપત્તિ મામલામાં ચાર્જશીટ દાખલ કરી હતી. હાઈકોર્ટે પણ તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે, સીબીઆઈએ સપ્ટેમ્બર 2016ના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ વીરભદ્ર, તેમની પત્ની પ્રતિભા સિંહ, વીમા એજન્ટ આનંદ ચૌહાણ અને તેના સહયોગી ચુન્ની લાલની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
વીરભદ્ર સિંહ 2009થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા હતા. આ દરમિયાન તેમની પર આવકથી વધુ 6.01 કરોડની પ્રોપર્ટી બનાવવાનો આરોપ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામ મંદિરના મુદ્દે ભાજપ સરકાર સંસદમાં કાયદો બનાવે: ડૉ. તોગડિયા
Next articleપ્રિયંકા ચોપડા બની વિશ્વની બીજા નંબરની મોસ્ટ બ્યુટિફુલ વુમન