Home દેશ - NATIONAL હિમાચલના સીએમ જયરામ ઠાકુરની લવ સ્ટોરી આવી સામે

હિમાચલના સીએમ જયરામ ઠાકુરની લવ સ્ટોરી આવી સામે

432
0

(S.yuLk.yuMk)શિમલા,íkk.27
જયરામ ઠાકુર આજે હિમાચલ પ્રદેશના 13માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 13 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. હિમાચલના મુખ્યમંત્રી માટે અનેક નામોની ચર્ચા થઈ રહી હતી, પરંતુ અખરે જયરામ ઠાકુરના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. જયરામ ભાજપ હાઈકમાન્ડથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે. જયરામ ઠાકુરના અંગત જીવન પર નજર કરવામાં આવે તો કેટલાક રસપ્રદ પાસાઓ રહેલા છે. જયરામ સાદગી ભર્યું જીવન જીવે છે. તેમનું કનેક્શન કર્ણાટક સાથે પણ છે. તેમના લગ્ન ડૉ, સાધના ઠાકુર સાથે થયાં હતાં. સાધના ઠાકુર કર્ણાટકના શિવામોગાના છે. જયરામ અને સાધનાની લવ સ્ટોરી પણ ખુબ રસપ્રદ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેની મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી. તે સમયે સાધના એબીવીપીના હતાં. સાધનાની છબી તેજ તર્રાર સભ્ય તરીકેની હતી. જ્યારે જયરામ ઠાકુર જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ માટે કામ કરતાં હતાં. આમ રાજનીતિ કરતા કરતા જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે બંને લગ્નના બંધને બંધાયા હતાં. લગ્નના ફળસ્વરૂપે તેમને બે પુત્રીઓ છે. લગ્ન બાદ સાધનાએ રાજનીતિને અલવિદા કર્યું હતું. સાધના વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ અત્યારે બ્લડ ડોનેશન અને હેલ્થ કમ્પ યોજે છે. હાલ તેઓ હિમાચલમાં જ રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field