Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, શું ?.. છોકરાઓ ધોતી પહેરવા...

હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, શું ?.. છોકરાઓ ધોતી પહેરવા માંગે તો મંજુરી આપવી જોઈએ?..

50
0

હિજાબ પ્રતિબંધ સંબંધિત મામલામાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓની સુપ્રીમ કોર્ટમાં બે જજની બેંચ દ્વારા સુનાવણી થઈ રહી છે. આ મામલો કર્ણાટકમાં સ્કૂલ યુનિફોર્મની સાથે હિજાબ (સ્કાર્ફ) પહેરવા પર પ્રતિબંધ સાથે સંબંધિત છે.

જેમાં વકીલે દલીલ રજૂ કરતાં તેને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નો ભાગ ગણાવ્યો હતો, તો જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, ‘તમે તેને અતાર્કિક અંત સુધી લઈ જઈ શકતા નથી.

પહેરવેશના અધિકારમાં કપડાં પહેરવાના અધિકારનો પણ સમાવેશ થશે? અત્યારે તમે રાઈટ ટુ ડ્રેસની વાત કરી રહ્યા છો, પછી તમે રાઈટ ટુ અનડ્રેસની પણ વાત કરશો, આ એક જટિલ પ્રશ્ન છે. આ મામલે કુલ 24 અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. છ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમે કર્ણાટક હિજાબ પ્રતિબંધ કેસની તપાસ કરવા માટે તૈયાર છીએ. કોર્ટે આના પર કર્ણાટક સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ પહેલા હિજાબ પ્રતિબંધ પર સુનાવણી મોકૂફ રાખવાની માંગ પર સુપ્રીમ કોર્ટના જજો ગુસ્સે થયા હતા.

જસ્ટિસ હેમંત ગુપ્તાએ મુસ્લિમ અરજદારોના વકીલોને કહ્યું કે, આ ફોરમ શોપિંગ કામ નહીં કરે. પહેલા તમે વહેલી સુનાવણીની માંગ કરતા હતા, હવે તમે સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છો. તેમણે બે અઠવાડિયા પછી સુનાવણી કરવાની માંગ પણ નકારી કાઢી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ દિવસે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ટિકિટ માત્ર 75 રૂપિયામાં, PVR-INOX સહિત 4000 સ્ક્રિન છે સામેલ
Next articleએક યુવતીએ એક સાથે બે બાળકોને આપ્યો જન્મ, જુડવા બાળકોના પિતા અલગ-અલગ