Home ગુજરાત ઉત્તર ગુજરાત હિંમતનગર શહેરમાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ 3 સ્થળો પર રખડતાં ઢોરોએ...

હિંમતનગર શહેરમાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ 3 સ્થળો પર રખડતાં ઢોરોએ લોકોને અડફેટે લીધા

27
0

(જી.એન.એસ, જીતેન્દ્ર ઉપાધ્યાય) તા. 14

હિંમતનગર,

હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળો પર રખડતાં ઢોરોએ સામાન્ય લોકોને અડફેટે લઈને ઇજાગ્રસ્ત કર્યા હતા. શુક્રવારે બે સ્થળો પર બે અલગ અલગ બનાવોમાં મહિલાઓને અડફેટે લેવાની ઘટના સામે આવી હતી જ્યાં મહાવીરનગર ચાર રસ્તા પાસે બે આખલાઓએ લડત લડત બે મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાને તો ઇજાગ્રસ્ત પણ થઈ હતી. ત્યારે બીજો બનાવ હિંમતનગર શહેરના ટાવર ચોક થી જૂની જિલ્લા પંચાયત તરફના માર્ગ પર લડતા આખલાઓ રોડ પર દોડ્યા હતા. આ દરમિયાન રોડ સાઈડ પાર્ક કરેલા ટુ વ્હિલર-મોપેડ વાહનોને આખલાઓએ બાખડવા દરમિયાન નીચે પાડી દીધા હતા. આમ વાહનોને નુક્શાન પહોંચ્યું હતુ. બુધવારે એક મહિલાને મોપેડ પર જવા દરમિયાન આખલાએ અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. તો પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article1 જુલાઈ 2024થી દેશમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે
Next articleપોકસો એક્ટ હેઠળ બેંગલુરુ કોર્ટે યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર જારી કરેલ વોરંટ પર કર્ણાટક હાઇકોર્ટનો સ્ટે