Home ગુજરાત હિંમતનગર: ડૉ.બાબાસાહેબની પ્રતિમા મૂકવાનું સ્ટ્રક્ચર તોડી નખાતા વિવાદ

હિંમતનગર: ડૉ.બાબાસાહેબની પ્રતિમા મૂકવાનું સ્ટ્રક્ચર તોડી નખાતા વિવાદ

328
0

(જી.એન.એસ), તા.૮
હિંમતનગર: હિંમતનગર તાલુકાના ગઢા ગામમાં દલિત સમાજ દ્વારા ર્ડા.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા-સ્મારક સ્થાપિત કરવાને મામલે તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી ચાર બાય ચાર ફૂટ જેટલી જગ્યાની ફાળવણી કરવા તસ્દી લેવામાં ન આવતા શુક્રવારે સ્મારક માટે બનાવેલ બેઝ સ્ટ્રકચર તંત્ર દ્વારા તોડી નાખવામાં આવતા ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. તંત્ર દ્વારા એક તરફી કામગીરી કરવામાં આવી હોવા અંગે દલિત સમાજમાં અન્યાયની લાગણી પેદા થતાં ભારોભાર રોષ પેદા થયો હતો.
14મી એપ્રિલ ર્ડા.બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિને ધામધૂમથી ઉજવવા ગઢા ગામમાં સ્મારક સ્થાપિત કરી દલિત સમાજની દીકરીઓ કે જે સરપંચ બની છે તેમના હાથે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ર્ડા.પી.કે.ગોહીલે વિગતવાર માહિતી આપતાં જણાવ્યુ હતું કે, બાબાસાહેબની પ્રતિમા એક વર્ષથી લાવ્યા છીએ. ગામના સરપંચને જગ્યા માટે વાત કરતાં એક વર્ષથી ઠરાવ કરીએ છીએ તેમ કહી ધક્કો મારી રહ્યા હતા.
જેને પગલે માગણીવાળી જગ્યા માટે અરજી લઇને કલેકટરને મળ્યા હતા અને રજૂઆત કરી હતી. હિંમતનગર મામલતદાર અને પ્રાંત અધિકારીને પણ મળ્યા હતા. પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. ગત 30 તારીખે સાબરકાંઠા કલેકટરને મળતાં આ જગ્યા મારામાં આવતી નથી, ડી.ડી.ઓ.ને મળો ! ડી.ડી.ઓ.ને મળી રજૂઆત કરી હતી કે બાબાસાહેબની પ્રતિમા મૂકી સમાજની જે દીકરીઓ સરપંચ બની છે તેમના દ્વારા હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા, સ્વચ્છતા અભિયાન, લાયબ્રેરી વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
તંત્ર એક જ પક્ષને મદદરૂપ થઇ રહ્યુ છે. ગામમાં ગરીબ માણસોના વાડા કાઢી નાખ્યા છે અને તાજેતરમાં ઉકરડા પણ બાળી કાઢયા છે. અન્ય સમાજના લોકોએ પાકા દબાણ કર્યા છે. બાબાસાહેબ માટે ચાર બાય ચાર ફૂટની જગ્યા ફાળવવામાં તંત્ર બહાના કાઢી રહ્યુ છે. જે ઇશ્યુ ન હતો તેને ઇશ્યુ બનાવી દેવાયો છે. આ દલિત સમાજનું નહી બાબાસાહેબનું અપમાન છે.
રાષ્ટ્રીય સન્માનિય પ્રતિભાઓના સ્મારક મૂકવા ગૌરવ જળવાય તેવી જગ્યાઓ પસંદ કરવાની ગાઇડલાઇન છે અને ગાઇડલાઇન મુજબ જગ્યાની ફાળવણી કરવા તજવીજ હાથ ધરાઇ છે. બાબાસાહેબ જેવી રાષ્ટ્રીય પ્રતિભાનું સ્મારક મૂકવા આ જગ્યા યોગ્ય નથી. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતના માધ્યમથી સ્થળ પસંદગી કરી સ્મારક મૂકવામાં તંત્ર દ્વારા શકય તેટલો સહકાર આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકરોડોના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઝડપાયો
Next articleબિલ્ડરે અકસ્મતા સર્જી અકસ્માતની હારમાળા, ૫ લોકો ઇજાગ્રસ્ત