Home ગુજરાત ઉત્તર ગુજરાત હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ બે ગાડીઓ વચ્ચે...

હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ બે ગાડીઓ વચ્ચે અકસ્માત 

32
0

(જી.એન.એસ, જીતેન્દ્ર ઉપાધ્યાય) તા. 14

હિંમતનગર,

હજી તો રાજ્યમાં ચોમાસું આવ્યું પણ નથી ને ખરાબ રસ્તાઓ ના કારણે માર્ગ અકસ્માત માં વધારો જોવા મળ્યો છે તે ખુબજ ચિંતાજનક વાત છે, ત્યારે હિંમતનગર – ચિલોડા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ બે ગાડીઓ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. હાઈવેના ઓવરબ્રિજ પર ખરાબ રસ્તાઓ અને રસ્તામાં પડેલા ખાડાને લઈ બે વાહનોને અકસ્માત નડ્યો હતો. જ્યારે ત્રીજા એક વાહનને જેશીંગપુરા બ્રીજ પર શુક્રવારે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર નવા નિર્માણ કરવામાં આવેલા ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને લઈ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે જેની પર તંત્રની નજર જ ના હોય તેમ લાગી રહ્યું છે.

પ્રાંતિજના દલપુર ઓવર બ્રિજ પર પડેલા મોટા અને લાંબા ખાડામાં બે કારના ટાયર પટકાવાને લઈ કાર પરથી નિયંત્રણ ગુમાવી દેવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જો કે આ અકસ્માતમાં બંને ગાડીઓમાં રહેલા મુસાફરો અને ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પણ તેમના માથેથી મોટી ઘાત ટળતા રાહત સર્જાઈ હતી. જોકે અકસ્માતો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ સર્જાવાને લઈ વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. મુસાફરોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ ખરાબ રસ્તાઓ ની મરામત કરવી પડે નઈ તો કોઈ મોટો અકસ્માત સર્જાઇ શકે છે અને જાનહાનિ પણ થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડી કરતાં યુવકની ધરપકડ કરતી સુરત પોલીસ
Next article1 જુલાઈ 2024થી દેશમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે