સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં કાંકરોલ ગામે આવેલ બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલ પાવનકારી સંત સંમેલન સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના સંતો અને મહંતો હાજર રહ્યા હતા.ત્યારે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણો વાગોળ્યા હતા. બાપ્સ સ્વામીનારાયણ મંદિર અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સયુંકત આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના કાંકરોલમાં આવેલ બાપ્સ સ્વામી નારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિતે સનાતન ધર્મના સંતો-મહંતોનું પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ૮૦થી વધુ સંતો-મહંતો પાવનકારી સંત સંમેલન હાજર રહ્યા હતા.
જેમનું બાપ્સ સ્વામીનારાયણ પરિવાર દ્વારા સ્વાગત કરી પૂજન અર્ચન કરી શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું અને અમદાવાદ ખાતે યોજાનાર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આમંત્રણ આપ્યું હતું. એક મંચ પર એકઠા સંતોએ પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણો યાદ કર્યા હતા.
તો દરેક સંતોને પ્રમુખ સ્વામી મહારાજનું પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું હતું. આમ ત્રણ કલાક બંને જીલ્લાના સંતોએ એક મંચ પર પહેલી વાર એકઠા થયા હતા અને ઉપસ્થિતિ ભક્તોને આશીર્વચન પણ આપ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.