સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિમતનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બી-ડીવીઝન પોલીસે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને એ-ડિવિઝનને સોપ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાને લઈને હિંમતનગર બી-ડીવીઝન પીએસઆઈ એ.વી.જોશી સાથે ડી સ્ટાફના કૃષ્ણસિંહ, હરપાલસિંહ, ધરમવીરસિંહ, પ્રવીણસિંહ અને કીર્તિરાજસિંહ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ નજીક રોડ પર ઉભો રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જુના દેવપુરામાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ઉમેશ ઉર્ફે ડેકો બાબુભાઈ રાવળને ઝડપી લીધો હતો. ત્યારબાદ એ ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.