સાબરકાંઠા જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો હિંમતનગર દ્વારા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રમાણપત્ર અને ટૂલ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર આઈટીઆઈ ખાતે હિંમતનગર તાલુકાના પંચાયત ઓપરેટરોને 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવ માટેની ટૂલ કિટ સરપંચ, તલાટી, પાણી ઓપરેટરને આપવામાં આવી હતી. ગામની પાણી પુરવઠા યોજનાને સુચારૂ વ્યવસ્થાપન થાય તેમજ રોજબરોજની કામગીરીમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવી ગામ લોકોને નિયમિત પાણી પુરવઠો મળે તેવા ઉદ્દેશ્યથી વાસ્મો દ્વારા બોર ઓપરેટરોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન આ ઓપરેટરોને દૈનિક રૂપિયા 200 સ્ટાઇપન પણ આપવામાં આવ્યુ હતુ. ગામની અંદર પાણી વિતરણ સારી રીતે થાય અને પાણીનો બગાડ ના થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શાહ, તાલુકા વિકાસ અધિકારી, આઇ.ટી.આઇ પ્રિન્સીપાલ, અધિક્ષક ઇજનેર, વાસ્મો યુનિટ મેનેજર અને વાસ્મોનો સ્ટાફ, ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ તથા ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સાબરકાંઠા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો) ડિસ્ટ્રિકટ કો-ઓર્ડિનેટર સિરીનબેન વિજાપુરાએ જણાવ્યું હતું કે, આ યોજનામાં જીલ્લાના વડાલી,ઈડર અને પ્રાંતિજ તાલુકામાં આઈટીઆઈમાં સરપંચ અને તલાટીઓની ઉપસ્થિતિમાં કિટ વિતરણ કરવામાં આવી છે, તો વડાલીમાં 35 ઓપરેટરોને તાલીમ આપ્યા બાદ કિટ આપવામાં આવી છે.
જ્યારે પ્રાંતિજમાં 50 ઓપરેટરોને ટ્રેનિંગ આપી છે અને 42 કિટ આપવામાં આવી. ઈડરમાં 55 ઓપરેટરોને ટ્રેનિંગ આપી 40 કિટ આપવામાં આવી છે. હિંમતનગરમાં 66 ઓપરેટરો ટ્રેનીગ આપવામાં આવી હતી અને 12 કિટ આપવામાં આવી છે, તો બાકીની કિટ આઈટીઆઈ ખાતે આપવામાં આવશે.
હાલમાં દરેક તાલુકાની આઈટીઆઈમાં 10 દિવસ 10 ઓપરેટરોની ટ્રેનિગ આપવાની પ્રગતિમાં છે. ઉપરાંત પંચાયત દીઠ એક કિટ આપવાની હોય છે અને મોટું ગામ હોય તો ઓપરેટરો બે પણ હોય છે. ટ્રેનિંગ બધા ઓપરેટરોને આપવામાં આવે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.