હિંમતનગરમાં વિજય વિશ્વાસ યુવા સંમેલન રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં સાંજે વૈશાલી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. બીજી તરફ આપને જેજેપી પાર્ટી એટલે કે, જમાનત જપ્ત પાર્ટી ગણાવી હતી. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 140થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારોની જંગી લીડથી જીત થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓ અલગ-અલગ સંમેલનો થકી મતદારોને આકર્ષવા પ્રયાસો કરી રહી છે, ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા આયોજીત વિજય વિશ્વાસ સંમેલનમાં આવી પહોંચેલા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સાથે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટનુ યુવા મોરચાના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.
આ વિજય વિશ્વાસ સંમેલનમાં પ્રમુખ જે.ડી.પટેલ, વિજય પંડ્યા, સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશ્લ્યા કુંવરબા, સિદ્ધાર્થ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ અને ધવલ રાવલ, હિરેન ગોર, ગોપાલસિંહ રાઠોડ, અમૃત પુરોહિત સહિત મહાનુભાવો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓને સંમેલન સંબોધન કરતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, ભાજપ એ કાર્યકર્તાઓની પાર્ટી છે.
ભાજપમાં યુવાથી લઇ વડાપ્રધાન મોદી સુધી તમામ કાર્યકર્તાઓ ખૂબજ મહેનત કરે છે. સૌનો સાથ સૌનો વિકાસ લઇને ગુજરાત સમગ્ર દેશમાં વિકાસમાં અગ્રેસર છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે અને 140થી વધુ બેઠકો પર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તો ગુજરાતએ ભારત દેશનું રોલ મોડલ છે. તેની વાત કાર્યકર્તાઓને પોતાના સંબોધનમાં કહી હતી, તેના પર વિશેષ ઉદાહરણો પણ આપ્યા હતા અને રોલ મોડલમાં થયેલા વિકાસની વિસ્તૃત વાત કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.