Home ગુજરાત હિંમતનગરના મોતીપુરાથી ચોરાયેલા સેન્ટીંગની પ્લેટ અને ટેકા ચોરી કરનારા લોડીંગ રીક્ષા સાથે...

હિંમતનગરના મોતીપુરાથી ચોરાયેલા સેન્ટીંગની પ્લેટ અને ટેકા ચોરી કરનારા લોડીંગ રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા

37
0

હિંમતનગરના મોતીપુરા વિસ્તારની સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા સેન્ટીંગની પ્લેટ અને ટેકા ચોરી કરનારા લોડીંગ રીક્ષામાં વેચવા જતા બે જણાને બી ડીવીઝન પોલીસ ભોલેશ્વર નજીકથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને મુદ્દામાલ સાથે સોપ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મોતીપુરા વિસ્તારની શિવમ સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બેડરૂમનો પતરાનો દરવાજો તોડી સેન્ટીંગની પ્લેટ નંગ 65 રૂ. 32500 તથા ટેકા વાલ પ્લેટ નંગ 25 રૂ.2500 મળી રૂ.35,000 હજારના સામાનની ચોરી નવા બળવંતપુરાના દીપકસિંહ વનેસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોશી,વી.આર.ચૌહાણના અને ડી સ્ટાફના દલજીતસિંહ, હરપાલસિંહ, પ્રવીણસિંહ, ધરમવીરસિંહ, કિર્તીસિંહ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગરના ભોલેશ્વર થી પરબડા જતા રોડ પરથી ચોરીની સેન્ટીંગની પ્લેટો, વાલ પ્લેટો, લાકડાના ટેકા ભરીને વેચવા જતી લોડીંગ રીક્ષા GJ-02-VV-5488 ને રોકી પરબડાની ગુજરાતી શાળા પાછળ રહેતા રીક્ષા ચાલક કરણ વાઘેલા સાથે બીજા હિંમતનગરના વિજાપુર રોડ પર પોલાજપુર પાસેના રો હાઉસમાં રહેતા સૈજાદખાન બાબુખાન દિવાનને ઝડપી લીધા હતા. પોલીસે 40 હજારની રીક્ષા સાથે 75 હજારનો મુદામાલ કબજે લઈને ઝડપાયેલા બંને જણાને હિંમતનગર એ ડીવીઝન પોલીસને સોપી દીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field