Home દેશ - NATIONAL હાલ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ જાેવા મળી રહી છે

હાલ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ જાેવા મળી રહી છે

37
0

(જી.એન.એસ),તા.૨૯
મહારાષ્ટ્ર
રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી છે. શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ ફ્લોર ટેસ્ટ રોકવાની માંગણી કરી છે. કહેવાયું છે કે હજુ ૧૬ વિધાયકો વિરુદ્ધ અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી પૂરી થઈ નથી. જેના પર સુપ્રીમ કોર્ટે હાલ રોક લગાવી છે. શિવસેનાએ કહ્યું કે આ કાર્યવાહી પૂરી થયા પહેલા ફ્લોર ટેસ્ટ થઈ શકે નહીં. આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ફ્લોર ટેસ્ટની માંગણીને ગેરકાયદેસર ગણાવી. તેમણે કહ્યું કે વિધાયકોને અયોગ્ય ઠેરવવાનો મામલો હજુ પેન્ડિંગ છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપ અને રાજ્યપાલ મળીને બંધારણ સાથે રમત રમી રહ્યા છે. અમે સુપ્રીમ કોર્ટ જઈશું અને ન્યાયની માંગણી કરીશું. ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી મામલો પર તત્કાળ સુનાવણીની માંગણી કરાઈ. સુપ્રીમના આદેશનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી સત્ર ન બોલાવવા કે પછી શક્તિ પરિક્ષણ ન કરવા દેવાનો આદેશ બહાર પાડવાની ગુહાર લગાવી છે. વાત જાણે એમ છે કે એકનાથ શિંદેની અરજી પર સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વકીલે ફ્લોર ટેસ્ટ કરાવવાની આશંકા જતાવી હતી.ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ થાય તો તમારા માટે કોર્ટના દરવાજા ખુલ્લા છે. બીજી બાજુ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ આદેશ આપ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે ૫ વાગે ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો રહેશે. આ ફ્લોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે ગુવાહાટીમાં હાજર તમામ વિધાયકો આવતી કાલે મુંબઈ જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિંદે જૂથના તમામ ધારાસભ્યો આજે ગુવાહાટીથી ગોવા જશે અને ત્યાં એક રાત રોકાઈને કાલે સવારે ૧૧ વાગ્યા પહેલા મહારાષ્ટ્ર વિધાનસભા ભવન પહોંચશે. ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાતે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ફડણવીસે કોશ્યારીને ભલામણ કરી કે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહે. ફડણવીસે એવો પણ દાવો કર્યો કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકાર અલ્પમતમાં જણાય છે કારણ કે શિંદે જૂથના ૩૯ ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ સરકારનું સમર્થન કરતા નથી. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાનો હવાલો આપતા ફડણવીસે રાજ્યપાલને સોંપેલા પત્રમાં કહ્યું કે સંસદીય લોકતંત્રમાં સદનમાં બહુમત સર્વોચ્ચ છે અને સરકારના અસ્તિત્વ માટે તે જરૂરી છે. તેમણે રાજ્યપાલને ભલામણ કરી કે તેઓ મુખ્યમંત્રીને જલદી બહુમત સાબિત કરવાનું કહે. મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેના પર હજું પણ શંકાના વાદળો છવાયેલા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટ ગઈ છે. શિવસેનાએ ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની માંગણી કરી છે. અત્રે જણાવવાનું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતી કાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં આવતી કાલે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદયપુરના દરજી કન્હૈયાલાલે પહેલા જ પોલીસને પત્ર લખી હત્યા અંગે જણાવ્યું હતું
Next articleઉદયપુર હત્યા કેસમાં કેન્દ્ર સરકારે એનઆઈએને આપ્યા તપાસના આદેશ