(જી.એન.એસ),તા.૨૬
ગાંધીનગર,
મહિલા બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં ૩૧/૧૨/૨૩ની સ્થિતિએ એક વર્ષ માં ૧૧૬૯ લાભાર્થીઓએ લાભ લીધો છે.આ અંતર્ગત રુ.૧૨,૮૫,૯૦,૦૦૦ ની સહાય મંજૂર કરવામાં આવી છે.
વિધાનસભા ખાતે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા પાત્રતા અંતર્ગત જવાબમાં જણાવ્યું કે તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઉપરાંત દંપતીને પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને , દંપતીની આવક રૂ. ૨,૦૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ,પુખ્ત વયે લગ્ન થયેલ હોવા જોઈએ તેમજ, લાભાર્થીએ દીકરીના જન્મથી એક વર્ષ માં અરજી કરવાની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.