(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરીયા)
ગાંધીનગર, તા. ૧૨/૧૨
હાલીસા મુકામે ચાલી રહેલી એન એસ એસ શિબિરના ચોથા દિવસની દૈનિક પ્રભાત ફેરી, ગ્રામ સફાઈ, અને લોક સંપર્ક ઉપરાંત આજ રોજ બે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આજની ગ્રામસફાઈ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના શિબિરાર્થીઓ અને અતુલ્ય વારસાની ટીમ સાથે હાલીસા ગ્રામમાં આવેલ ભમરીયા કુવાની સફાઈ કાર્ય કર્યું હતું. તેમ આ ભમરીયો કુવો વર્ષો જુનો છે. અને તેની જો નિયમિત સાફસફાઈ કરવામાં આવે તો આ સ્થાપત્યની જાળવણી કરી શકાય. તો શિબિરાર્થીઓ અને અતુલ્ય વારસા ટીમના કપિલ ઠાકર સાથે જોડીને સફાઈનું કાર્ય કર્યું હતું. સફાઈ સાથે સાથે સ્થાપત્યનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે તથા ગામના સરપંચ ભરતભાઈ રબારી અને ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં એક તો જયારે વિદ્યાર્થીઓ આટલા દિવસોથી ગ્રામ જનો સાથે સંપર્ક અનુબંધ બાંધે છે ત્યારે આ અનુબંધ સાચા અર્થમાં મજબુત નાતો બની રહે તે માટે શિબિરના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને કહી દેવામાં આવે છે કે તમામે કોઈ એક કુટુંબ સાથે સુદ્રઢ અનુબંધ બાંધવાનો છે અને શિબિરના મધ્યાંતરે એક દિવસ તે જ કુટુંબમાં ભોજન લેવા જવાનું રહેશે. આ પાછળનો હેતુ એજ છે કે ગ્રામજનો અને આવેલ વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ સેતુ બંધાય, અને તેમને પ્રતીતિ થાય કે આ વિદ્યાર્થીઓ જે સફાઈ અને સ્વચ્છતાનું કાર્ય કરી રહ્યા છે તે માત્ર પ્રતીકાત્મક છે પરંતુ ગામની સફાઈ તેમની પોતાની જવાબદારી છે. અને આ વિદ્યાર્થીઓ ગામમાં સાયુજ્યપૂર્ણ સોહાર્દ માટેનું નિમિત્ત બની રહે. તો આજરોજ સૌ વિદ્યાર્થી અને સ્ટાફ મિત્રોએ ગામના જુદા જુદા પરિવારોમાં ભોજન લીધું હતું. ગામ લોકોએ પણ વિદ્યાર્થીઓને ખુબ હોંશ પૂર્વક મિષ્ટાન્ન ભોજન જમાડ્યા હતા. આજની બૌદ્ધિક ચર્ચાનો વિષય ગ્રામસ્વરાજ અને સ્વછતા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
આ શિબિરમાં ડૉ. રજેન્દ્ર જોષી, ડૉ. મોતી દેવું, ડૉ. કનું વસવા, ડૉ.ગાયત્રીદત્તમહેતા ડૉ. ધ્વનિલ પારેખ, ડૉ. અમરેન્દ્ર પાંડે તથા ડૉ. દિવ્યેશ ભટ્ટ તથા ગૃહપતિ શ્રી જયેશભાઈ રાવલ સતત માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.