Home દુનિયા - WORLD હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ સરકાર વચ્ચેનો વિવાદ આખરે હવે કોર્ટ પહોંચ્યો

હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ સરકાર વચ્ચેનો વિવાદ આખરે હવે કોર્ટ પહોંચ્યો

13
0

હાર્વર્ડે યુનિવર્સિટી દ્વારા ટ્રમ્પની સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો

(જી.એન.એસ) તા. 22

વોશિંગ્ટન,

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાર્વર્ડને $2.2 બિલિયનનું ફંડિંગ બંધ કરી દીધું છે ત્યારે હવે હાર્વર્ડ યુનિવર્સિટીએ 21 એપ્રિલે ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અગાઉ ટ્રમ્પ સરકાર હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સુપરવિઝનની પણ માંગ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે, હાર્વર્ડ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ છે. હાર્વર્ડની વેબસાઇટ અનુસાર, 2024-2025 શૈક્ષણિક વર્ષમાં કુલ નોંધણીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો હિસ્સો 27.2% છે.

ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક નિર્ણયો પર નિયંત્રણ હાંસલ કરવા માટે સરકાર દ્વારા ફંડિંગ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારની કાર્યવાહી ફેડરલ કાયદા વિરુદ્ધ છે. 

નોંધનીય છે કે સ ટ્રમ્પનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન પર સરકારની દેખરેખ હોવી જોઈએ, જેના માટે હાર્વર્ડ યુનિવર્સિટી રાજી નથી. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે, ‘હાર્વર્ડ યુનિર્વસિટી નફરત અને મૂર્ખતા શીખવાડે છે. તેને દુનિયાની સૌથી મહાન યુનિવર્સિટીની યાદીમાં સ્થાન આપવું જોઈએ નહીં, તથા ફંડિંગ પણ ના મળવું જોઈએ.’ 

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગાઝાના સમર્થનમાં તથા ઈઝરાયલના વિરોધમાં મોટા પાયે દેખાવો થયા હતા. જે બાદ ટ્રમ્પનું માનવું છે કે આ યુનિવર્સિટી યહૂદીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ યુનિવર્સિટીઓને ભંડોળ રોકવાને વાજબી ઠેરવી રહ્યા છે. વહીવટીતંત્રનો દાવો છે કે ગયા વર્ષે અમેરિકન કોલેજ કેમ્પસમાં ફેલાયેલા ઇઝરાયલના ગાઝા યુદ્ધ સામેના વિરોધને યહૂદી વિરોધી ભાવના દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ બાબતે સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, “હાર્વર્ડ હવે અભ્યાસ માટે સારી જગ્યા નથી અને તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કે કોલેજોમાં થશે નહીં.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field