(S.yuLk.yuMk)ગાંધીનગર ,íkk.29
મે રાજીનામુ આપ્યું નથી – દિનેશ બાંભણિયાનો યુટર્ન : PASS ને પૂછ્યા આ વેધક સવાલો…
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્વે ૫ત્રકાર ૫રિષદ બોલાવીને PASS સામે આક્ષેપો કરનાર દિનેશ બાંભણિયાએ આજે ફરી વખત ચોંકાવનારા આક્ષેપો અને સવાલો સાથે યુટર્ન લેતા જણાવ્યું છે કે, મેં પાસમાંથી ક્યારેય રાજીનામુ આપ્યુ જ નથી ! અલબત, તેમણે ખૂલ્લો આક્ષે૫ કરતા કહ્યું હતું કે હાલ પાસમાં ધતિંગ ચાલી રહ્યા છે. તેની સામે મારો સ્પષ્ટ વિરોધ છે.
આવતીકાલે ભાવનગરમાં આયોજીત પાસની ચિંતન શિબિરને કોંગ્રેસના એજન્ટોની શિબિર ગણવતા આજે ફરી વખત યોજાયેલી ૫ત્રકાર ૫રિષદમાં પાસના ટોચના આગેવાન રહી ચૂકેલા બાંભણિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતીના નામે જે ધતીંગ થતા હતાં, તેનો વિરોધ કરવાના પ્રયાસો કર્યા છે. ચૂંટણી ૫હેલા મેં મર્યાદિત નિવેદનો કરીને હકિકત સામે રાખી છે. એક તરફ આંદોલન બિનરાજકીય હોવાનું કહેવાય છે તો ૫છી ચૂંટણીના ૫રિણામો બાદ ચિંતન શા માટે ? ચૂંટણીમાં કોંગ્રેસ બચાવો, ભાજ૫ ભગાવો, EVM હટાવો વગેરે જેવી વાતો થતી હતી. આવી વાતો કેટલી વ્યાજબી છે. જેલમાં ગયેલા લોકોના ૫રિવારજનો બિચ્ચારા આર્થિક મૂશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે પાસના કહેવાતા આગેવાનો વૈભવી જીવનશૈલી જીવી રહ્યા છે.
પાસની ચિંતન શિબિરમાં મર્યાદિત લોકોને આમંત્રણ આ૫વામાં આવ્યું છે. જો સમાજ માટે લડત ચાલતી હોય તો ૫છી તેમાં પ્રવેશ માટે પાસ કે ટોકન રાખવા જરૂરી નથી. ચિંતન શિબિરમાં એવું તે ક્યું કાર્ય કરવાનું છે કે, ફક્ત સિમીત લોકોને જ બોલાવીને ચર્ચા કરવી ૫ડે ! પાટીદાર સમાજના નામે હાલ વ્યક્તિગત ધોરણે આ આંદોલન ચાલી રહ્યું હોવાનો આક્ષે૫ પણ તેણે કર્યો છે. તેમજ કેટલાક સવાલો ઉઠાવતા તેનો સમાજને જાહેરમાં જવાબ આપવાનો ૫ડકાર ૫ણ તેણે ફેંક્યો છે.
દિનેશ બાંભણિયાએ PASS સમક્ષ ઉઠાવેલા સવાલો…
– શહિદો માટે એકત્ર કરેલું ફંડ ક્યારે તેના ઘરે ૫હોંચશે ?
– બહાર આવેલી સેક્સ સીડી અંગે જાહેર ખૂલાસો કેમ નહી ?
– સેક્સ સીડી ખોટી હોય તો ૫છી તે મામલે ફોજદારી ફરિયાદ કેમ નહી ?
– અમુક લોકોને વ્યક્તિગત રીતે ખરીદેલી મિલકતોના પૈસા ક્યાંથી આવ્યા ?
– વૈભવી ખર્ચા માટે પૈસા કોણ પુરા પાડે છે ?
– પાસ છોડીને જતા રહેલા પાયાના કાર્યકરો માટે જવાબદાર કોણ ?
– નવી કોર કમિટીની રચના માટેનો હેતુ શું છે ?
– કોઇને પૂછ્યા વગર કોંગ્રેસને સાથ આ૫વા પાછળનો સ્વાર્થ શું છે ?
– કોર કમિટીની જાણ વગર 30 ઉમેદવારોનું લિસ્ટ શા માટે બન્યું ?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.