(જી.એન.એસ),તા.25
મુંબઇ,
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં મહિનાઓથી ખટાશ જોવા મળી રહી હતી. ઉડતી અફવાઓ વચ્ચે બંનેએ ગત મહિને પોતાના 4 વર્ષ જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો. સંબંધ તૂટ્યા બાદ ડિવોર્સ માટે કેટલાક હાર્દિક પંડ્યાને તો કેટલાક નતાશાનાને જવાબદાર ઠેરવી રહ્યા હતા. જો કે બંનેએ હજુ સુધી આ ડિવોર્સની સ્થિતિ કેમ આવી ગઈ તેના માટે કોઈ અધિકૃત નિવેદન આપપ્યું નથી પરંતુ એક ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરીને બધાને હચમચાવી દીધા હતા. જો કે હવે આ ડિવોર્સ પાછળનું અસલ કારણ સામે આવી ચૂક્યું છે કે આખરે બંનેએ સંબંધ પર પૂર્ણવિરામ કેમ મૂક્યું.
એક રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યાના વર્તનથી નતાશા પરેશાન થઈ ગઈ હતી અને તેની સાથે પોતાને અસહજ મહેસૂસ કરી રહી હતી. એક સૂત્રએ સમચાર એજન્સીને જણાવ્યું કે હાર્દિક નતાશાને લઈને ખુબ શોઓફ કરતો હતો. તે પોતાનામાં મસ્ત રહેતો હતો. નતાશા તેને વધુ સહન કરી શકતી નહતી. અભિનેત્રીને અહેસાસ થયો કે તે તેના પાર્ટનર સાથે અસહજ મહેસૂસ કરી રહી છે. તેણે પોતાની પર્સનાલિટી હાર્દિક સાથે મેચ કરવાની કોશિશ પણ કરી હતી. પરંતુ તે કોશિશ સફળ થઈ નહીં. આ એક ક્યારેય પૂરી ન થનારી પ્રોસેસ હતી, આથી થોડા સમય બાદ તે થકવી નાખનારું બની ગયું. નતાશા હારી ચૂકી હતી અને પછી તેણે એક પાછળ હટવાનો નિર્ણય લીધો. નતાશા, હાર્દિક સાથે ડિવોર્સ લઈને પોતાના પુત્ર સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું કે નતાશાએ જો કે ડિવોર્સના નિર્ણય પર ફરીથી વિચાર કર્યો. પરંતુ હાર્દિકના વર્તનમાં કોઈ ફેરફાર ન આવ્યો તો અભિનેત્રીએ અલગ થવાનો પોતાનો નિર્ણય પાક્કો કરી લીધો. આ નતાશા માટે ખુબ દર્દનાક હતું. તેણે આ નિર્ણય એક દિવસ કે એક અઠવાડિયામાં લીધો નથી. આ એક ધીમો પરંતુ ધીરે ધીરે થનારો ઘા હતો જે તેને દર્દ આપતો રહ્યો. ગત વર્ષે નતાશા હાર્દિકની સાથે લગભગ દરેક મેચમાં મેદાન પર તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. પરંતુ આઈપીએલ 2024માં તે જોવા મળી નહીં. એટલું જ નહીં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યું છતાં નતાશાએ કોઈ પોસ્ટ શેર કરી નહતી. જો કે અલગ થયા બાદ હાર્દિક પંડ્યા નતાશાની પોસ્ટ પર હાર્ટ ઈમોજી સાથે કમેન્ટ કરતો જોવા મળ્યો હતો. સંબંધ પૂરો થયા બાદ હવે હાર્દિક પંડ્યાનું નામ એક મહિલા સિંગર સાથે જોડાયું છે. અફેરની ચર્ચાઓ ચગડોળે ચડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.