Home દેશ - NATIONAL હાર્દિકે પીએમ મોદીને સુરતમાં મળવા માંગ્યો સમય

હાર્દિકે પીએમ મોદીને સુરતમાં મળવા માંગ્યો સમય

281
0

(જી.એન.એસ),તા ૬ સુરતઃ
પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ અગીયારમાં ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકના સૂર થોડા ઠંડા દેખાયા હતાં. હાર્દિકે પીએમ મોદીના સુરતના કાર્યક્રમમાં મળવાની ઈચ્છા દર્શાવતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના નેતાઓ મંત્રીઓ મળતા નથી ત્યારે વડાપ્રધાનને મળવા અંગેના ફાર્માલિટી કરીશું પણ નક્કી છે કે અમને મળવા દેવાનો સમય નહીં આપવામાં આવે. સાથે જ ગોવા અને પંજાબમાં કારમી રીતે હારેલી આપનો ગુજરાતમાં ગજ નહીં વાગે તેવું હાર્દિકે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16મીએ સુરતમાં હોસ્પિટલ અને સુમુલ ડેરીના પ્લાન્ટ માટે આવી રહ્યાં છે. ત્યારે પીએમના આ કાર્યક્રમને લઈને હાર્દિકે જણાવ્યું હતું કે, હોસ્પિટલ ગરીબો માટે બની રહી છે. સારી વાત છે. ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓના કાર્યને આવકાર છે. પરંતુ કોઈ રાજનેતા દ્વારા ખાનગી કાર્યક્રમમાં હાજર રહીને તેનું ઉદઘાટન કરવામાં આવે ત્યારે તે ક્યાંકને ક્યાંક રાજકીય વળાંક લેતો હોવાનું તેણે વધુમાં ઉમેર્યું હતું.
હાર્દિકે જણાવ્યું હતું કે, અમે સમાજની માંગના મુદ્દા સાથે ક્લેક્ટરને અરજી કરીશું પરંતુ મને નથી લાગતું કે વડાપ્રધાન મળવાનો સમય આપે. કારણ કે ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ જ ટાઈમ નથી આપતાં તો વડાપ્રધાન ન મળે છતાં ફોર્માલીટી ખાતર મળવાનો સમય માંગવામાં આવશે તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું.
હાર્દિકે રાજકીય ગતિવિધી અંગે જણાવ્યું હતું કે, જે રીતે પંજાબ અને ગોવામાં આમ આદમી પાર્ટીને પછડાટ ખાવી પડી છે. તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કંઈ નહીં મળે. જો કે, ભાજપ કોંગ્રેસ અંગે અને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે,રાજકારણમાં કોને શું મળશે એ તો લોકો જ નક્કી કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી
Next articleસિવિલમાં ડોક્ટર પર હુમલો, નર્સો ડોક્રટરો હડતાલ પર