હારીજ શહેરનાં ગંજબજાર, લાટીબજાર અને હારીજ તાલુકાનાં બોરતવાડા ગામે આવેલા ઇન્ડસ કંપનીનાં ટાવરો ઉપરથી કોઇ અજાણ્યા શખ્સોએ તા. 25મીનાં રોજ ટાવરનાં આરઆરયુએસ-નંગ-9 તથા કેબલ વાયરનાં 50 મીટરનાં બે ઊંડા ટૂકડા તથા જંપર વાયરોનાં 12 ટૂકડા મળી કુલે રૂા. 7,77,000ની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવની મળતી માહિતી મુજબ હારીજમાં આવેલા ઇન્ડસ કંપનીનાં ટાવરોની દેખરેખ રાખવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીનાં ફિલ્ડ સુપરવાઇઝરને તેમની ઓફીસમાંથી જાણકારી મળી હતી કે, હારીજનાં ગંજ બજાર અને લાટીબજારમાં અને બોરતવાડામાં આવેલા ટાવરો પર કાંઇક શંકાસ્પદ જણાય છે.
જે આધારે ફિલ્ડ ઓફીસરોએ ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતાં તેમાંથી આરઆરયુએસ મોડ્યુલ, કેબલમાં ટુકડા, જંપર કેબલનાં ટુકડા જણાયા નહોતા જેથી આ તમામ ત્રણે ટાવરોની ઉપરોક્ત પ્રકારની અને રૂા. 7,77,000ની ચોરી થઇ હોવાનું જણાતાં ફિલ્ડ સુપરવાઇઝર ગેમરભાઇ દેસાઇ રે. તંબોળીયા, તા. હારીજવાળાએ ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.