(S.yuLk.yuMk)økktÄeLkøkh,íkk.27
ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામોનું પોસ્ટ મોર્ટમ દિલ્હી દરબારમાં થવાનું બાકી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત, વડોદરા અને રાજકોટ શહેરનો અલગ રિપોર્ટ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી પાસેથી મંગાવ્યો છે. આ રિપોર્ટમાં ખાનગી એજન્સીઓના રિપોર્ટની ભલામણ તેમજ શું ભૂલો રહી ગઈ છે તે પણ સ્પષ્ટ જણાવવા કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામોને લઈ સુરત, વડોદરા અને રાજકોટ શહેરનો અલગથી રિપોર્ટ મંગાવ્યો છે. ખાનગી એજન્સી તેમજ પ્રદેશ નેતાગીરી પાસેથી આ રિપોર્ટ માગવામાં આવ્યો છે. આ શહેરોમાંથી કોંગ્રેસ માટે માઠા પરિણામો આવ્યા છે. સુરતમાંથી કોંગ્રેસને થોડી ઘણી બેઠકો મળવાની આશા હતી પરંતુ તેની પર પાણી ફરી વળ્યું છે.
આ માટેનું ચોક્કસ કારણ જાણવા હાઈકમાન્ડે રિપોર્ટ માંગ્યો છે. એ જ રીતે વડોદરામાં પણ કોંગ્રેસે કંઈ ખાસ ઉકાળ્યું નથી. રાજકોટને લઈને પણ રિપોર્ટ મંગાવ્યો છે. આ શહેરોમાં ટિકિટ ફાળવણીમાં કોઈ ભૂલ થઈ છે કે પછી પક્ષના જ લોકો વિલન બન્યા છે, ખાનગી એજન્સીએ કયા ઉમેદવારના નામ પર ભલામણ કરી હતી તો તેની વિરુદ્ધ જઈ અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ અપાઈ કે કેમ તે સહિતની ઝીણવટભરી વિગતો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મંગાવવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.