Home મનોરંજન - Entertainment હાફ ગર્લફ્રેન્ડ’નું ટ્રેલર થયુ લોન્ચ, જોઇ લો તમે પણ VIDEO

હાફ ગર્લફ્રેન્ડ’નું ટ્રેલર થયુ લોન્ચ, જોઇ લો તમે પણ VIDEO

385
0

(જી.એન.એસ), તા.૧૦
શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરની અપકમિંગ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં અર્જુન બિહારનો રહેવાસી માધવ ઝા અને શ્રદ્ધા રિયા સોમાણીના રોલમાં જોવા મળે છે.
ચેતન ભગતની નોવેલ ‘હાફ ગર્લફ્રેન્ડ’ પર બેઝ્ડ આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવે છે કે, કોલેજમાં એડમિશન લેનાર માધવ ઝાને અંગ્રેજી આવડતું નથી. તેની ફ્રેન્ડશીપ કોલેજની સૌથી હોટ યુવતી રિયા સોમાણી સાથે થાય છે. તે રિયાને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઇચ્છે છે, જ્યારે રિયા હાફ ગર્લફ્રેન્ડ બનવા માટે રાજી થાય છે.
ઉલ્લેખનીય છે કે, મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 19 મેના રોજ રીલિઝ થશે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સ્પોર્ટી લુકમાં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન અને શ્રદ્ધા સિવાય રિયા ચક્રવર્તી પણ લીડ રોલમાં જોવા મળશે. ચેતન ભગત દ્વારા લખાયેલા પુસ્તકો પરથી ફિલ્મ ‘કાય પો છે’, ‘ટુ સ્ટેટ્સ’ અને હવે ‘હાફ ગર્લફ્રેન્ડ’ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field