Home ગુજરાત હાથરસ પીડિતાને માણસા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી

હાથરસ પીડિતાને માણસા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી

379
0

(જી.એન.એસ, ધવલ દરજી)માણસા,તા.૪
ઉત્તરપ્રદેશમાં દલિત યુવતી સાથે દુષ્કર્મની ભયાવહ ઘટના ઘટી છે. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે માણસા આમ આદમી પાર્ટી દ્વારા પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તથા પીડિતા માટે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક રાકેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleGNSએ લોન્ચ કરી ભારતની સૌપ્રથમ “GNS મોબાઈલ ન્યુઝ ચેનલ”, હવે લાઇવ સમાચારો 24×7 તમારા હાથમાં
Next articleમાણસા તાલુકાના ધોળાકુવા ગામ સહિત ૧૩ ગામોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ