મહિલા તબીબનાં આપઘાત કેસ
(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં મહિલા ડોક્ટરનાં આપઘાત કેસમાં આરોપી પોલીસ ઇન્સ્પેકટર બી કે ખાચરને ગુજરાત હાઇકોર્ટથી આંશિક રાહત મળી છે. આ ઘટનામાં મળતી માહિતી મુજબ, હાઈકોર્ટે આરોપી પોલીસ ઇન્સ્પેકટર બી કે ખાચરને મળેલી આંશિક રાહતમાં વધારો કર્યો છે અને 24 જૂન સુધી વધારી છે. કોર્ટે 24 જૂન સુધી ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ કર્યો છે.
મહત્ત્વની વાત છે કે પોલીસ ઇન્સ્પેકટર બી કે ખાચરને તપાસ એજન્સી સામે હાજર થવા હુકમ કરાયો છે. હાલ તપાસ સમિતિ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાનાં અન્ય કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. ઉપરાંત, પીઆઈ બી.કે. ખાચરની પણ પૂછપરછ કરવાં આવી રહી છે. અગાઉ સતત 3 દિવસ બી.કે. ખાચરની તપાસ સમિતિ દ્વારા પૂછપરછ કરાઈ હતી, જેમાં મોબાઈલ અને લેપટોપ પોલીસે કબજે કર્યા હતા. સાથે જ 102 દિવસ સુધી આરોપી ખાચર ક્યાં હતા ? કોણ તેમને મદદ કરતું હતું ? ઉપરાંત આ કેસમાં પોતે નિર્દોષ છે તો શા માટે તેઓ ફરાર હતા ? સાથે જે મૃતક તબીબ યુવતી સાથેનાં પ્રેમસબંધ સહિત તમામ બાબતોને આધારે પોલિસ હાલના તબક્કામાં પૂછપરછ કરી રહી છે. ત્યારે આ સમગ્ર કેસની વધુ સુનાવણી 24 જૂનનાં રોજ મુક્કર કરાઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી પરિસરમાં તબીબ યુવતીનાં આપઘાતના કેસમાં આરોપી અને આર્થિક નિવારણ શાખાના તત્કાલીન પીઆઈ બીકે ખાચરને મળેલી આંશિક રાહતને હાઇકોર્ટે, 24 જૂન સુધી વધારી છે. અગાઉ આરોપી પીઆઈ ખાચર તરફથી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 18 જૂન સુધી ધરપકડ અંગે રાહત આપી હતી અને તપાસ સમિતિ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું, જેમાં ગુજરાત હાઇકોર્ટે 24 જૂન સુધી બી.કે ખાચરની ધરપકડ પર રોક લાગવી છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા હુકમ કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.