Home ગુજરાત હાઇટેન્શન વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા ટુંકી...

હાઇટેન્શન વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા ટુંકી સારવારમાં મોત નિપજયું

3
0

(જી.એન.એસ) તા.૧૦

સુરત,

સચીનમાં તલંગપુર ખાતે બુધવારે બપોરે હાઈટેન્શન લાઇનમાં ફસાયેલો પતંગ કાઢતી વખતે ૧૧ વર્ષથી બાળક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતા ટુંકી સારવાર મોત નિપજયું હતું. જેના લીધે તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન ખાતે તલંગપુરગામ પાસે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા પિન્ટુ ચૌધરીની પત્ની સીમાદેવી બુધવારે બપોરે તેમનો ૧૧ વર્ષીય પુત્ર પ્રિન્સ લઇને ઘરની પાસેના ગીતા નગરમાં સંબંધીને મળવા ગયા હતા. જોકે સીમાદેવી સંબંધી સાથે વાચચિત કરતા હતા. બીજી તરફ પ્રિન્સ ત્યાં પતંગ ઉડાવી રહ્યો હતો. તેવાળાએ પતંગ હાઈટેન્શન લાઈનમાં ફસાઈ જતાં તેને કાઢતો હતો. તે સમયે જોરદાર ધડકા સાથે પ્રિન્સને કરંટ લાગતા દાઝી ગયો હતો. જેના લીધે ઘટના સ્થળે જ ઢળી પડતાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે દાઝી ગયેલા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું. જયારે પ્રિન્શ મુળ બિહારના આરાનો વતની હતી. તેનો એક ભાઇ અને  બે બહેન છે. તેના પતિ મજુરી કામ કરે છે. ૧૧ વર્ષીય પુત્ર પ્રિન્સ વતનમાં જ ધોરણ ૪માં અભ્યાસ કરતો હતો. પરંતુ હાલમાં જ તે સુરત રહેતા પરિવારજનો પાસે આવ્યો અને તે અભ્યાસ કરવા માટે હાલમાં શાળામાં એડમિશન લેવાનું હતુ.એવુ તેના પરિચિત વ્યકિતએ કહ્યુ હતુંબાળકના મોતને લીધે પરિવારજનો આભ તુટી પડયુ હતું. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field