Home ગુજરાત હવે હું સરકારી શાળામાં મારા સંતાનને દાખલ કરવામાં ખચકાઉ નહીં – સરકારી...

હવે હું સરકારી શાળામાં મારા સંતાનને દાખલ કરવામાં ખચકાઉ નહીં – સરકારી શાળાઓ અંગે અમારી સમજણ બદલાઈ છે..   -ખાનગી શાળાના શિક્ષકો

68
0

વડોદરામાં સરકારી શાળાની મુલાકાત દરમિયાન એક ખાનગી શાળાના કર્મીના આ શબ્દો રાજ્યમાં સરકારી શાળાઓમાં અપાતા સુવિધા પૂર્ણ અને ગુણવત્તા યુક્ત શિક્ષણની ગવાહી પૂરે છે…

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા  બહુઆયામી જ્ઞાન સંગમ પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આ પ્રોજેક્ટનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું.

આ પ્રોજેક્ટ અંતર્ગત ક્લાસરૂમ કોઓર્ડિનેશનનો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે ખાનગી શાળાના શિક્ષકો સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેશે અને સાથે સાથે સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતી શિક્ષણ પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી પણ મેળવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શિક્ષકો વચ્ચે પરસ્પર પરિચય કેળવવામાં આવશે અને બાદમાં એક વર્ગની શિક્ષણ પદ્ધતિ અને તેના મોડ્યુલને સમજવા ચર્ચા હાથ ધરાશે, એટલું જ નહીં બાળકો સાથે પણ આ શિક્ષકો દ્વારા સંવાદ સાધીને તેની ક્ષમતાના મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ ખાનગી શાળાના શિક્ષકોએ વડોદરા શહેરની ચાર અને જિલ્લાની છ મળી કુલ ૧૦ સરકારી પ્રાથમિક શાળાની તાજેતરમાં મુલાકાત લીધી હતી.

વડોદરા જિલ્લાની નવા શિહોરા, ડભોઇ કન્યા શાળા, ડબકા, કરજણ જલારામનગર પ્રાથમિક શાળા, બિલ, લીમડા અને દુમાડ ગામની પ્રાથમિક શાળા ઉપરાંત શહેરની કવિ દુલા કાગ, સયાજીગંજ, સમા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કેજીઆઇટી, નોબલ, જૈન સ્કૂલ, નવરચના, અંબે વિદ્યાલય, ઊર્મિ સ્કૂલ, એમિકસ શાળાના શિક્ષકો આ જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં હાથ ધરાયેેલ આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સંશાધાનો પ્રત્યે ખાનગી શાળાના શિક્ષકોએ સંતૃષ્ટિ વ્યક્ત કરી હતી.

મજાની વાત તો એ છે કે, એક ખાનગી શાળાના કર્મીએ કહ્યું કે, અમને એવો ખ્યાલ નહોતો કે રાજ્ય સરકાર દ્વારા આટલી સરસ સુવિધાઓ સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવી રહી છે. સરકારી શાળાઓ અંગે અમારી જે સમજણ હતી, તે બદલાઇ છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ વડોદરા શહેરની સમા પ્રાથમિક શાળામાં જ્ઞાન સંગમ પ્રોજેક્ટનું અમલીકરણ જોવા માટે પહોંચી ગયા હતા. એટલું જ નહીં પણ એક વિદ્યાર્થીની જેમ વર્ગખંડમાં બેસી શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું.

દુમાડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઊર્મિ સ્કૂલના ત્રણ શિક્ષકો નિયત સમયે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક શાળાના ગુરુગણ સાથે પરિચય કેળવી તેમણે વર્ગ ખંડોની મુલાકાત લઇ શૈક્ષણિક કાર્યથી માહિતી મેળવી હતી. આ શાળામાં આ પ્રોજેક્ટથી છાત્રો અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતી.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ અંતર્ગત ૩૦૦થી વધુ છાત્રો ધરાવતી વડોદરા શહેરની ૬૦ અને જિલ્લાની ૮૩ શાળાઓ મળી કુલ ૧૪૩ સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓ વચ્ચે શૈક્ષણિક પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં શહેરની ૨૯ અને ગ્રામ્યની ૧૮ સહિત કુલ ૪૭ ખાનગી શાળાઓના શિક્ષકો પોતાની આવડત અને કૌશલ્યનો લાભ સરકારી પ્રાથમિક શાળાને આપવાના છે.જેમાં વડોદરા શહેરના ૨૭,૪૮૯ અને જિલ્લાના ૩૩,૬૩૮ સહિત કુલ ૬૧,૧૨૭ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તમામ તૈયારીઓ થઇ ગઇ પૂર્ણ
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર માં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ