(જી.એન.એસ) તા. 2
ભાવનગર,
ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર , ટ્રેન નંબર 07062 ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે 10.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 16.45 કલાકે હૈદરાબાદ સ્ટેશન પહોંચશે.
આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 06.04.2025થી 01.06.2025 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 07061 હૈદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હૈદરાબાદ સ્ટેશનથી દર શુક્રવારે 19.00 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 05.55 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન હૈદરાબાદ સ્ટેશનથી 04.04.2025થી 30.05.2025 સુધી ચાલશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન નંબર 07062 માટે ટિકિટ બુકિંગ 04.04.2025 (શુક્રવાર)થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર ખુલશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.