Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી હવે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં...

હવે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

3
0

(જી.એન.એસ),તા.18

નવીદિલ્હી

એરલાઇન્સ અને એરપોર્ટને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરનારા બદમાશોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવશે. આની સાથે સાથે આવા ખોટા ફોન કરીને તંત્રને હેરાન પરેશાન કરનારા પર 1 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. જો કોઈ સંસ્થાને બોગસ ધમકીઓ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તો તેવી સંસ્થાને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નકલી કોલની શ્રેણી બાદ આકરા દંડની જોગવાઈ કરવા એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો 2023માં સુધારો કર્યો છે. આ ફેરફાર કરવા પાછળનું કારણ, આ વર્ષે મોટી સંખ્યામાં એરપોર્ટ કે એરલાઈન્સને આપવામાં આવેલી બોગસ બોમ્બની ધમકીઓ છે. સમયાંતરે આવી અફવાઓ ફેલાવવાથી વિમાનમાં મુસાફરી કરનારા તેમજ એરપોર્ટ પરના તંત્રને ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડે છે અને તેનાથી લોકોમાં ભય અને ગભરાટનો માહોલ પણ સર્જાય છે. આ માટેનું નવુ નોટિફિકેશન, ગત 9 ડિસેમ્બરે જ બહાર પાડવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમોમાં સુધારો કરીને, બે નવા પગલાંની જોગવાઈ કરવામાં આવી છે અને આ નિયમો હવેથી અમલમાં આવ્યા છે. 29A એરક્રાફ્ટમાં પ્રવેશના અનામત અધિકારો પ્રદાન કરે છે. ડાયરેક્ટર જનરલ (BCAS)ના જણાવ્યા અનુસાર, જો તે સંતુષ્ટ હોય કે સુરક્ષાના હિતમાં આવું કરવું જરૂરી છે, તો તે આવી કોઈપણ વ્યક્તિને પ્રવેશ નકારી શકે છે. આ માટે આવી સૂચનાઓ લેખિત સ્વરૂપે પણ જાહેર કરી શકાય છે. સામેલ નિયમ 30A જણાવે છે કે, ખોટી માહિતી ફેલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ ફ્લાઇટ અથવા એરપોર્ટ પર નાગરિકોની સુવિધા અને સલામતીને જોખમમાં મૂકે તેવું કંઈપણ કરી શકે નહીં. 2024ના વર્ષમાં એક હજારથી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ આપવામાં આવી હતી. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ધમકીઓ હોક્સ કોલ અને મેસેજ દ્વારા મળી છે. આ કારણે, વિમાની સેવા મોડી પડવા, મુસાફરોને શારિરીક અને માનસિક ત્રાસ સહન કરવા અને એરપોર્ટ પરના તંત્રની હેરાનગતિ વગેરેને ધ્યાને લઈને નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી આવા ખોટા સંદેશાઓના જોખમોને ઘટાડી શકાય અને તેના સંપૂર્ણપણે દૂર કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field