(જી.એન.એસ), તા.૭
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનાં ડિગ્રી અને ડિપ્લોમાં સર્ટિફિકેટ પર હવે આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીનો ફોટો લગાવાશે, આ નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮થી લાગુ પડશે.
આ પગલું બનાવટી કે બોગસ ડિગ્રી મેળવનારા ઉપર અંકુશ લાદવા માટે લેવામાં આવ્યું છે. વિદ્યાર્થીનો આધાર નંબર ડિગ્રીમાં લાગવવાના કારણે બનાવટી કે બોગસ ડિગ્રી મેળવનારા ઉપર અંકુશ આવશે.
અગામી વર્ષથી સર્ટિફિકેટ પર લગાવેલા આધાર અને ફોટોગ્રાફના આધારે ડિગ્રીની તપાસ સરળતાથી થઇ શકે એટલું જ નહીં ડિગ્રી કે ડિપ્લોમાં સર્ટિફિકેટ સાચું છે કે ખોટું તેની પણ જાણ થઇ શકશે.
યુજીસી દ્વારા આગામી વર્ષથી આ નિયમ ફરજિયાત બનાવતાં રાજ્યની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ લાભ મળશે.
બોગસ ડિગ્રી બનાવનાર અને મેળવનાર માટે જ યુજીસી આ નવો નિયમ ફરજિયાત અમલી બનાવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ જ નથી. આવા વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો આધાર રજૂ નહીં કરે ત્યાં સુધી તેમનું ડિગ્રી-ડિપ્લોમાં સર્ટિફીકેટ પેન્ડિંગ રાખવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.