Home દુનિયા - WORLD હવે ઘણી બધી કંપનીઓ લાવશે IPO, કેટલીક કંપનીઓના ડ્રાફ્ટ પેપર SEBI સમક્ષ...

હવે ઘણી બધી કંપનીઓ લાવશે IPO, કેટલીક કંપનીઓના ડ્રાફ્ટ પેપર SEBI સમક્ષ રજૂ કરાયા

81
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી

Kfin Technologies – Image From Google Images


Kfin Tech એક રોકાણકાર હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્સ્યોરન્સ અને પેન્શન જેવા એસેટ ક્લાસમાં નાણાકીય ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ભારત ઉપરાંત કંપની મલેશિયા, ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં 19 AMC ગ્રાહકોને સેવા આપી રહી છે. Kfin Technologies સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બજારમાંથી Initial public offering -IPO દ્વારા 2400 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. Kfin Technologies એ IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. Kfin Technologies તાજેતરમાં IPO લાવનાર ઘણી કંપનીઓની રજિસ્ટ્રાર રહી છે. કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઈ લિમિટેડ કંપનીમાં 74.94 ટકા હિસ્સો ધરાવે છે. ઓફર ફોર સેલ દ્વારા IPO થકી રૂ. 2400 કરોડ એકત્ર કરવામાં આવશે એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે. ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર હશે. કંપનીની નાણાકીય કામગીરી પર નજર કરીએ તો ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, Kfin Techએ એક વર્ષ અગાઉ રૂ. 338.83 કરોડની સરખામણીએ રૂ. 458.66 કરોડની આવક મેળવી છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ગત વર્ષના રૂ. 23.60 કરોડથી વધીને રૂ. 97.70 કરોડ થયો છે. ફાર્મા ક્ષેત્રની સૌથી મોટી અનલિસ્ટેડ ફાર્મા કંપનીઓમાંની એક મેનકાઇન્ડ ફાર્મા આ વર્ષે શેરબજારમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પબ્લિક ઈશ્યુ (આઈ.પી.ઓ) લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડ ફાર્માએ તેના મેગા Initial public offering – IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો શરૂ કરી છે. મેનફોર્સ કોન્ડોમ ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે આ ઉપરાંત પ્રેગા ન્યૂઝ, કાલોરી 1 અને ઘણી બધી મોટી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે. જોકે IPOનું કદ કેટલું મોટું હશે તે હજુ નક્કી નથી પરંતુ 10 ટકા હિસ્સો વેચી શકાય તેવી શક્યતા છે. આ અર્થમાં તેનો IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે અને તે ફાર્મા સેક્ટરનો સૌથી મોટો IPO બની શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field