(જી.એન.એસ), તા.૭
બોમ્બે હાઈ કોર્ટે કાયદાકીય કાર્યવાહીના ટાઈટલમાં મિસ્ટર, મિસ, મિસીસ, મેસર્સ જેવા વિશેષણો નહીં લગાડવાનો પ્રેક્ટિસનરોને નિર્દેશ આપતું પરિપત્રક બહાર પાડ્યું છે.
ન્યાયમૂર્તિ જી.એસ.પટેલે એક લવાદના કેસની સુનાવણી કરતી વખતે કરેલા નિરીક્ષણ અનુસાર આ પરિપત્રક બહાર પાડવામાં આવ્યો છે. પ્રેક્ટિશનરોને ખાનગી અને જાહેરક્ષેત્રની બંને કંપનીઓ માટે મેસર્સ વાપરવાની આદત પડી છે, જે ખોટું છે.
ન્યાયમૂર્તિએ અવલોકન કર્યું હતું કે, “કંપની કોઈ ફર્મ નથી અને આ વિશેષણફર્મ માટે જ વપરાય છે અને કાયદેસરની પ્રક્રિયામાં કોઈ વિશેષણ વાપરવાની પરવાનગી નહીં અપાય. તેવી જ રીતે મિસ્ટર, મિસ, મિસીસ પણ નહીં વાપરવામાં આવે.”
ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, “આ જરૂરી છે કેમ કે આવા ખોટા વિશેષણ આદેશમાં ઊતારવામાં આવતા નથી અને પ્રમાણિત નકલો આપવાનું મુશ્કેલ બને છે.”
પરિપત્રમાં જણાવાયું છે કે, “સંબંધીત સેક્શન ઓફિસર અને સન્ટ્રલાઈઝ્ડ ફાઈલિંગ અને લોજિંગ ડિપાર્ટમેન્ટના ક્લાર્કે સમીક્ષા કરતી વખતે આ સૂચનાનું પાલન કરવાનું રહેશે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.