Home દેશ હવે અદાણી ગ્રુપ ગેસ અને એવિએશન બાદ સિમેન્ટ સેક્ટરમાં કર્યો પ્રવેશ

હવે અદાણી ગ્રુપ ગેસ અને એવિએશન બાદ સિમેન્ટ સેક્ટરમાં કર્યો પ્રવેશ

82
0

(જી.એન.એસ),તા.૧૬
નવીદિલ્હી
જયારે અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપે ઑફશોર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા જાહેરાત કરી છે કે તેણે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACC લિમિટેડમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિમિટેડનો સમગ્ર હિસ્સો હસ્તગત કર્યો છે. આ બન્ને કંપનીઓ ભારતમાં ખુબ મોટું નામ ધરાવે છે. આ ડીલ અંતર્ગત કેટલાંક કરારો પણ કરવામાં આવ્યાં છે. અંબુજા સિમેન્ટની ઓફર શેરની કિંમત રૂ. 385 છે અને ACCની કિંમત રૂ. 2,300 છે, હોલસિમે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામગ્રીના ક્ષેત્રમાં આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન માનવામાં આવે છે. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો. અને હવે અદાણી ગ્રુપ ગેસ અને એવિએશન બાદ હવે અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. અગાઉ અદાણી ગ્રૂપે ઓફશોર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા જાહેરાત કરી હતી કે તે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપનીઓને ખરીદશે. જેમાં અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરની વર્ષો જૂની અને અગ્રણી ગણાતી કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACCમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધો છે. મહત્ત્વનું છેકે, અદાણી ગ્રૂપ હોલસીમ, તેની પેટાકંપનીઓ દ્વારા, અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા અને ACCમાં 54.53 ટકા હિસ્સો ધરાવે છે. બિઝનેસ સેક્ટરનો આ સોદો અધધ 10.5 બિલિયન ડોલરનો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે. આ સૌદા સાથે ગુજરાતનું અગ્રણી ઉદ્યૌગિક એકમ ગણાતું અદાણી ગ્રૂપ ગેસ અને એવિએશનના બિઝનેસ બાદ સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો. અંબુજા સિમેન્ટ્સ અને ACC હાલમાં 70 MTPA ની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ મજબૂત બાંધકામ અને સપ્લાય ચેઇન સાથે ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સમાંની એક છે. તેમની પાસે ભારતમાં 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે. અદાણી ગ્રૂપ પોતાના વિવિધ બિઝનેસ થકી હાલ ખુબ સારી કમાણી કરી રહ્યું છે. માત્ર ભારત જ નહીં ગૌતમ અદાણી દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. ત્યારે સવાલ એ થાય છેકે, આખરે અદાણીને સિમેન્ટના ધંધામાં રસ કેમ પડ્યો. એનો જવાબ પણ તમને અહીં જાણવા મળશે. હાલ ગુજરાત સહિત દેશભરમાં કસ્ટ્રકશનનો વ્યવસાય ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. એ સાથે જ સિમેન્ટના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક સર્વે મુજબ આપણાં ત્યાં માથાદીઠ 242 કિલો ગ્રામ સિમેન્ટનો ઉપયોગ થાય છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો તેના કરતા બમણો છે. વૈશ્વિક સરેરાશ 525 કિગ્રા પ્રતિ વ્યક્તિની સરખામણીએ, ભારતમાં સિમેન્ટ સેક્ટરમાં વૃદ્ધિની મોટી સંભાવનાઓ રહેલી છે. અને જે ઝડપથી શહેરો અને ગ્રામીણ વિસ્તારોનો પણ વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં સિમેન્ટ સેક્ટરમાં સારી એવી કમાણી થઈ શકે તેવી સંભાવનાઓ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચિંતન શિબિરમાં મોટો નિર્ણય કર્યો “કોંગ્રેસ જો આવી સત્તામાં તો EVM પર પ્રતિબંધ મૂકી શકે”
Next articleજો દેશના તમામ સ્ટેશન માસ્તરો એક દિવસની રજા પર ઉતર્યા તો તમારી રેલ્વે યાત્રા તો……