Home ગુજરાત હવે અંગુઠાથી કરી શક્શો પેમેન્ટ, પીએમ મોદી કરાવશે તેની શરૂઆત

હવે અંગુઠાથી કરી શક્શો પેમેન્ટ, પીએમ મોદી કરાવશે તેની શરૂઆત

295
0

જી.એન.એસ, તા.૧૩ નવી દિલ્લી
કોઈ પણ રીતે અથવા તો કોઈ પણ પેમેંટ કરવા માટે હવે તમારે ક્રેશ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. માત્ર તમારી આંગળી મારફતે તમે સરળતાથી ક્યાંય પણ પેમેંટ કરી શકશો. 14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતી નિમિતે નરેંદ્ર મોદી નાગપુરમાં તેની શરૂઆત કરશે. આ બધુ આધાર-પે મારફતે થશે. આધાર-પે મારફતે કોઈ પણ પેમેંટ માટે તમારું બેંક એકાઉંટ આધાર સાથે લિંક હોવું જોઈએ. સાથે તમારો આધાર નંબર પણ યાદ રાખવું પડશે.
IDFC-Bank-aadhar-Pay આધાર પે સિસ્ટમ મારફતે આંગળીથી પેમેંટ થશે. આધાર પે ફિંગરપ્રિંટ સેંસરથી જોડાયેલું છે. તેના માટે પ્લાસ્ટિક મની અથવા મોબાઈલ એપની જરૂરત રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે સરકારે ડિજિટલ પેમેંટ સર્વિસ ભીમ લૉંચ કરી છે. આધાર પે પણ આવી જ હશે, પરંતુ આ ઘણી રીતે ભીમ એપથી અલગ હશે કારણ કે તેને ખાસ રીકે મર્ચેટ્સ એટલે કે દુકાનદારો માટે લૉંચ કરવામાં આવશે. આધાર પે મારફતે મર્ચેટ્સ કસ્ટમર્સ પાસેથી ડિજિટલ પેમેંટ લઈ શકશે. રિપોર્ટસ પ્રમાણે જો ગ્રાહકની પાસે સ્માર્ટફોન ના હોય તો પણ બાયોમેટ્રિક સ્કેન મારફતે તે પેમેંટ કરી શકે છે.
aadhaar-identification સરકારે 6થી 9 મહિનામાં 70ટકા દુકાનો અને ટ્રાજેક્શન પોઈન્ટ્સ પર આધાર-પે ફેસેલિટી શરૂ કરવા માટેનો ટોર્ગેટ રાખ્યો છે. સરકારે દાવો કર્યો છે કે આંગળીના નિશાન લીધા વગર પેમેંટ થશે નહીં, જેનાથી છેતરપિડીની શક્યતા રહેશે નહીં. સરકારે તમામ બેંક ખાતાઓને આધાર સાથે જોડવાની કોશિશ કરી છે અને એક અનુમાન પ્રમાણે 42 કરોડ ખાતાઓ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field