Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

16
0

(જી.એન.એસ) તા. 26

નવી દિલ્હી,

હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં સામાન્યથી લઈને 30-40 કિમી પ્રતિ કલાકે ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 28 થી 30 જૂનની વચ્ચે વરસાદમાં વધારો જોવા મળશે. ઉત્તરાખંડમાં 28 થી 30 જૂન સુધી, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 28 થી 20 જૂનની વચ્ચે, હરિયાણામાં 29 થી 30 જૂનની વચ્ચે અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભારતની ઉત્તર સીમા પર આવેલા ક્ષેત્રો મુંદ્રા, મેહસાણા, ઉદયપુર, શિવપુરી, લલિતપુર, પાકુ઼ડ અને સાહિબગંજ જેવા અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે.

અરબ સાગરના ઉત્તરમાં આવેલા રાજ્યો જેવા કે ગુજરાજ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કોંકણ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલા, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 27 થી 30 જૂનની વચ્ચે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો દિલ્હી, ઉત્તરાખંડ, સિક્કીમ, કેરલા, તેલંગાણા અને તમિલનાડુમાં અવિરત વરસાદ થવાની આગાહી છે. તે ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે ગુજરામાં 11 જૂનથી ચોમાસું બેસી ગયું હોય તેમ વરસાદની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના પંથકમાં જોવા મળી રહ્યો છે. તો 27 થી 30 જૂન વચ્ચે બનાસકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને લઈને સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંસદમાં ચિરાગ પાસવાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
Next articleકંપનીના શેરમાં લગભગ 6 ટકા ઘટાડા પાછળ એક ડીલ હતી સામેલ