(જી.એન.એસ),તા.30
નવી દિલ્હી,
ગુજરાતમાં સતત વરસાદના કારણે લોકોનુ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા સહિત અનેક શહેરોમાં પૂરની સ્થિતિ છે. એટલું જ નહીં વડોદરામાં તો નદીના પાણી શહેરમાં ઘૂસી જતા મગરો લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. બીજી બાજુ હવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે. જે શુક્રવારે અરબ સાગરની ઉપર ઉભરે અને ઓમાન તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આગળ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર ગાઢ દબાણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવા અને કચ્છ તથા આસપાસના પાકિસ્તાનના તટોથી પૂર્વોત્તર અરબ સાગરની ઉપર ઉભરે અને શુક્રવારે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 1976 બાદ ઓગસ્ટમાં અરબ સાગર પર સર્જાનાર આ પહેલું ચક્રવાતી તોફાન હશે. કહેવાયું છે કે 1976માં ચક્રવાત ઓડિશાની ઉપર વિક્સિત થયું હતું, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું, અરબ સાગરમાં ઉભર્યું અને એક લૂપિંગ ટ્રેક બનાવ્યો તથા ઓમાનના કાંઠા પાસે ઉત્તર પશ્ચિમ પાસે અરબ સાગર પર નબળું પડી ગયું હતું. આઈએમડીના હવામાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં અરબ સાગરની ઉપર ચક્રવાતી તોફાનનું વિક્સિત થવું એ એક દુર્લભ ગતિવિધિ છે. 1944નું વાવાઝોડું પણ અરબ સાગરમાં ઉભર્યા બાદ તીવ્ર બન્યું હતું અને ત્યારબાદ સમુદ્રની મધ્યમાં નબળું પડ્યું હતું. 1964માં દક્ષિણ ગુજરાત તટ પાસે એક નાનકડું વાવાઝોડું વિક્સિત થયું હતું અને કાંઠા પાસે નબળું પડ્યું હતું. એ જ રીતે છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડી ઉપર ઓગસ્ટ મહિનામાં કુલ 28 આવી સિસ્ટમ વિક્સિત થઈ છે.
આઈએમડીના એક વૈજ્ઞાનિકે કહ્યું કે હાલના તોફાન અંગે અસામાન્ય વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની તીવ્રતા એક સરખી જોવા મળી છે. તેમણે કહ્યું કે ઉષ્ણકટિબંધીય તોફાન બે પ્રતિચક્રવાતો વચ્ચે સ્થિત છે- એક તિબ્બતી પઠાર ઉપર અને બીજુ અરબ પ્રાયદ્વીપની ઉપર. સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલા ડીપ ડિપ્રેશનના કારણે આ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન સંબંધિત ઘટના હેઠળ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શુક્રવારે અરબ સાગરમાં ચક્રવાત બનવાની અને ઓમાનના તટ તરફ આગળ વધવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ ક્ષેત્રોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. માછીમારોને થોડા દિવસ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના તટોની સાથે સાથે સમુદ્રી વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી 60-65 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ઉપર બનેલા ડીપ ડિપ્રેશનનું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે કચ્છ અને પાકિસ્તાનના તટો પાસે ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર ઉભરવાના અને શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. જ્યારે તે વાવાઝોડામાં ફેરવાઈ જશે તો તેનું નામ આશના રાખવામાં આવશે. આ નામ પાકિસ્તાને આપ્યું છે. 1891થી 2023 સુધી ઓગસ્ટમાં અરબ સાગર પર ફક્ત 3 ચક્રવાતી તોફાન વિક્સિત થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે 1976 બાદ ઓગસ્ટમાં અરબ સાગર પર બનનારું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. 1976માં ઓડિશામાં તે વિક્સિત થયું હતું. આઈએમડીના આંકડા મુજબ આ વર્ષ 1 જૂનથી લઈને 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં 799 મિમી વરસાદ પડ્યો. જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે 430.6 મિની વરસાદ પડે છે. આ સમયગાળામાં સામાન્યથી 86 ટકા વધુ વરસાદ પડ્યો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.