Home દેશ - NATIONAL હર્ષ ગોએન્કાએ શેર કરી નરેન્દ્ર મોદીએ 8 વર્ષમાં કરેલી મોટી સિદ્ધિઓની યાદી

હર્ષ ગોએન્કાએ શેર કરી નરેન્દ્ર મોદીએ 8 વર્ષમાં કરેલી મોટી સિદ્ધિઓની યાદી

60
0

(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી
મોદી સરકારની સફળતાના આઠ વર્ષ પુરા થઈ ગયા છે તે દરમિયાન પીએમ મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. પહેલા કોરોના મહામારી અને પછી યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી, જેણા કારણે લોકોને મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે મોદી સરકાર ધીમે ધીમે તેમાં સુધારો કરી રહી છે. હર્ષ ગોએન્કાની યાદી જણાવે છે કે ભારતનો જીડીપી રેન્ક 2014માં 10થી વધીને હાલમાં 4 પર પહોંચી ગયો છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જીડીપી શેર અને વૈશ્વિક વેપાર શેરમાં વધારો થયો છે. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો વધીને 3.2 ટકા થયો છે, જે 2014માં 2.6 ટકા હતો. જ્યારે, વૈશ્વિક ટ્રેડ શેર વધીને 2.2 ટકા થઈ ગયો છે, જે 2014માં 2 ટકા હતો. RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર એક યાદી શેર કરી છે, જેમાં પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારની છેલ્લા 8 વર્ષમાં ઉપલબ્ધિઓ જણાવવામાં આવી છે. આ યાદી દર્શાવે છે કે 8 વર્ષમાં ભારતનું સ્ટીલ ઉત્પાદન, ઓટો ઉત્પાદન, વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં કેટલો સુધારો થયો છે. તેની સાથે ભારતમાં યુનિકોર્નની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. હર્ષ ગોએન્કાની યાદી અનુસાર દેશમાં યુનિકોર્નની સંખ્યા 93 પર પહોંચી ગઈ છે, જે વર્ષ 2014માં 4 હતી. તમને જણાવી દઈએ કે ‘યુનિકોર્ન’ એ ખૂબ જ ખાસ સ્ટાર્ટઅપ્સ કહેવાય છે, જે 1 બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન હાંસલ કરે છે. યાદી અનુસાર, ભારતનું ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ 63 પર પહોંચી ગયું છે, જે વર્ષ 2014માં 142 હતું. તેના સિવાય સ્ટીલ પ્રોડક્શન રેન્કિંગ 4 થી બીજા નંબર પર પહોંચી ગયું છે, જ્યારે ઓટો પ્રોડક્શન રેન્કિંગ 7માંથી વધીને ચોથા નંબર પર પહોંચી ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field