Home અન્ય રાજ્ય હરિયાણા સરકાર પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડ સહિત ખાલી જગ્યાઓની ભરતીમાં ભૂતપુર્વ...

હરિયાણા સરકાર પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડ સહિત ખાલી જગ્યાઓની ભરતીમાં ભૂતપુર્વ અગ્નવીરને 10 ટકા અનામત આપશે

28
0

(જી.એન.એસ) તા. 17

ચંડીગઢ,

હરિયાણામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતની હેટ્રિક ફટકારવા માટે પૂરા જોશથી મહેનત કરી રહી છે ત્યારે, ચૂંટણી પહેલા હરિયાણાની ભાજપ સરકારે અગ્નવીર યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું હતું કે, અગ્નિવીર યોજના વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજના છે, પરંતુ કોંગ્રેસ આ યોજનાને લઈને સતત ખોટો પ્રચાર કરી રહી છે. આ યોજના હેઠળ અમને કુશળ યુવાનો મળી રહ્યા છે. અગ્નિવીરોને આર્મ્સ લાયસન્સ પણ આપવામાં આવશે. હરિયાણા સરકાર પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડ સહિત ઘણી જગ્યાઓની ભરતીમાં ભૂતપુર્વ અગ્નવીરને 10 ટકા અનામત આપશે. આ ઉપરાંત તેમના માટે અન્ય ઘણી લાભદાયી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી સૈનીએ કહ્યું કે અગ્નવીર યોજના પીએમ મોદી દ્વારા 14 જૂન, 2022 ના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અગ્નિવીરોને ભારતીય સેનામાં 4 વર્ષ માટે તૈનાત કરવામાં આવે છે. અમારી સરકાર હવે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવનાર કોન્સ્ટેબલ, માઈનિંગ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, જેલ વોર્ડન અને એસપીઓની જગ્યાઓ પર સીધી ભરતીમાં હરિયાણામાં અગ્નવીર માટે 10 ટકા અનામત આપશે. તેમજ ઉંમરમાં છૂટછાટનો ઉલ્લેખ કરતા સીએમ સૈનીએ કહ્યું કે ગ્રુપ સી અને ડીની ભરતીમાં અગ્નિવીરને પણ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ સિવાય ગ્રુપ Cની ભરતીમાં 5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવશે. સીએમ સૈનીએ કહ્યું કે કોંગ્રેસ અગ્નિવીર યોજનાને લઈને સતત ખોટો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ખૂબ જ સારી યોજના છે. આ યોજના દ્વારા અમને કુશળ યુવાનો મળી રહ્યા છે.

માર્ગ અકસ્માતો સંબંધિત વળતર માટે વાત કરતાં મુખ્યમંત્રી સૈનીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની તર્જ પર અમારી સરકાર હરિયાણામાં પણ એક યોજના શરૂ કરી રહી છે. જો કોઈ રોડ પર ટક્કર મારીને ભાગી જાય છે તો હરિયાણા સરકાર આવા મામલામાં વળતર આપશે. ઘાયલોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે. સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આ ખર્ચ હરિયાણા રોડ સેફ્ટી સ્કીમ દ્વારા ઉઠાવવામાં આવશે. આ બાબતે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, આ યોજનાને લાગુ કરવા માટે એક સ્થાયી સમિતિની રચના કરવામાં આવશે, જેમાં ઘણા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. જિલ્લા કક્ષાની સમિતિની પણ રચના કરવામાં આવશે. જો અકસ્માતમાં પીડિતનું મૃત્યુ થાય છે, તો પૈસા પરિવારને આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે 15 ઓગસ્ટથી મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસ સેવા મફત કરવાની જાહેરાત કરી
Next articleયમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબ્યું; 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર લાપતા