Home દેશ - NATIONAL હરિયાણાની કુલ 10 નગર પાલિકામાંથી 9 પર ભાજપે જીત હાંસલ કરી

હરિયાણાની કુલ 10 નગર પાલિકામાંથી 9 પર ભાજપે જીત હાંસલ કરી

4
0

હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી 

(જી.એન.એસ) તા. 12

હરિયાણા,

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પરીક્ષા જેવું હતું, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે. હરિયાણાની કુલ 10 નગર પાલિકામાંથી 9 પર ભાજપે જીત હાંસલ કરી છે. વળી, માનેસર નગર પાલિકામાં બિનહરીફ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત વિજેતા થયા છે. કોંગ્રેસનું 10 માંથી એકપણ બેઠક પર ખાતું નથી ખૂલ્યું. આ સિવાય 21 નગર પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સોનીપત, પાનીપત, ગુરૂગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપે જોરદાર જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે, જુલાના નગર પાલિકાના ચેરમેનનું પદ પણ ભાજપે જીત્યું છે. વિધાનસભામાં જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટે જીત હાંસલ કરી હતી. 

પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના હોમ ટાઉન કરનાલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મનોજ વધવા 58,271 મતથી બીજા નંબરે રહ્યા હતાં. અહીં 83,630 મત સાખે ભાજપની રેનૂ બાલા ગુપ્તાએ જીત હાંસલ કરી છે. આ બેઠક પંજાબી પ્રભુત્વ ધરાવે છે, અહીં પરંપરાગત રૂપે ભાજપને મજબૂત માનવામાં આવે છે. 

હિસાર નગર પાલિકાથી ભાજપના પ્રવીણ પોપલીએ 66,456 મત સાથે જીત હાંસલ કરી છે. તેમણે કોંગ્રેસના કૃષ્ણ ટિટૂ સિંગલાને માત આપી છે. એકબાજુ જ્યાં પોપલીના ખાતામાં 96,329 મત મળ્યાં, ત્યાં સિંગલાને ફક્ત 31,872 મત જ મળ્યા હતાં. 

પાનીપત માં ભાજપના ઉમેદવાર કોમલ સૈનીએ જીત હાંસલ કરી છે. ભાજપ માટે આ સૌથી મોટી જીત છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં પોતાના દમ પર મોટી જીત હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. હાલ, ભાજપ રાજ્યમાં ત્રીજીવાર સત્તા સંભાળી રહ્યું છે. 

ફરીદાબાદ નગર પાલિકા પર ભાજપ ઉમેદવાર પ્રવીણ જોશીને 4,16,927 મત મળ્યા હતાં. જોકે, કોંગ્રેસની લત્તા રાનીને 1,00,075 મત મળ્યા હતાં.

ગુરૂગ્રામ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીના ઉમેદવાર રાજ રાનીએ 1,79,485 મતના અંતરથી કોંગ્રેસના ઉમેદવાર સીમા પાહુજાને હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવારના ખાતામાં 91,296 મત આવ્યા હતાં. રાજ રાની મલ્હોત્રાને કુલ 2,15,754 મત મળ્યા હતાં.

સૌથી વધારે ચર્ચા રોહતકની પેટા ચૂંટણીના પરિણામની છે. આ જિલ્લો ભૂપિન્દર હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે પરંતુ, અહીં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંના ભાજપ ઉમેદવાર રામ અવતારે 45,198 મતથી કોંગ્રેસના સૂરજમલ કિલોઈને હરાવ્યા હતાં. ભાજપને 1,02,269 અને કોંગ્રેસને 57,071 મત મળ્યા હતા. 

સોનીપત નગર નિગમમાં મેયર પદ માટે થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈને 34,749 મતોના અંતરથી જીત હાંસલ કરી છે. વળી, કોંગ્રેસના કમલ દીવાન 23,109 મત સાથે બીજા નંબરે છે. જાટ પ્રભુત્વ ધરાવતા સોનીપતના શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલાંથી જ મજબૂત રહી છે. અત્યારે એકવાર ફરી તેણે જીત હાંસલ કરી બતાવી દીધું છે કે, લોકો હજુ પણ તેમના ઉપર વિશ્વાસ કરે છે. 

યમુનાનગર શહેરમાં પણ જનતાએ ભાજપના મેયર પસંદ કર્યાં છે. અહીંથી ભાજપના ઉમેદવારે 50 હજારથી વધુ મતના અંતર સાથે જીત હાંસલ કરી છે. 

જુલાણા નગરપાલિકામાં ભાજપના ડો.સંજય જાંગરા 671 મતોથી જીત્યા. ડો.સંજય જાંગરાને 3771 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર ગલ્લુ લાથેરને 3100 મત મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field