હરિયાણમા આવેલા સિરસામાં એક અજીબ ઘટના સામે આવી છે. સિરસા બાયપાસ રોડ પર સ્થિત ઝોપરા પાસે એક અનાજ બજારની ખાલી જગ્યામાંથી રવિવારે મોડી રાત્રે એક યુવક અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. તે બાદ સોમવારે પોલીસે યુવક અને યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મળતી વિગતો પ્રમાણે આત્મહત્યા પહેલા યુવકે સ્યુસાઈડ નોટ લખી તેના મોત માટે તેના મામા અને કાકાના પુત્રને જવાબદાર ઠેરવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છોકરો અને છોકરી બન્ને અલગ-અલગ જાતિના હોવાથી પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા. યુવતી એક ચોક્કસ સમુદાયની હતી. જેથી સુસાઇડ નોટના આધારે સદર પોલીસ સ્ટેશને બંને સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો અને આગળની તપાસ હાથ ધરાઈ છે. મળતી વિગતો પ્રમાણે રવિવારે મોડી રાત્રે બાયપાસ રોડ પર આવેલા ઝૂંપડાના વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે, અનાજ માટે પડેલી ખાલી જગ્યામાં એક યુવક અને યુવતીની લાશ પડી છે. બજાર નજીકમાં એક કાર પણ ઉભી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતદેહની તપાસ કર્યા બાદ યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે યુવકની ઓળખ 25 વર્ષીય અરુણ કુમાર તરીકે થઈ હતી, જે હનુમાનગઢના સરતોડા ગામના રહેવાસી છે અને યુવતીની ઓળખ 23 વર્ષીય નિશા તરીકે થઈ હીતી. યુવતી હનુમાનગઢના ભદ્રા તહસીલના ગામ ચાનીની રહેવાસી છે. અત્યારે પોલીસે આઈડીના આધારે બંનેના પરિવારજનોને જાણ કરી હતી.
યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે પરીક્ષા આપવા ગઈ હતી. સોમવારે બંનેના સંબંધીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેના મૃતદેહ પરિજનોને સોંપ્યા છે. સુસાઇડ નોટના આધારે યુવકના મામા ઓમપ્રકાશ અને કાકાના પુત્ર રાજકુમાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મૃતક અરુણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના મોત માટે તેના મામા અને કાકાનો પુત્ર જવાબદાર છે. પ્રેમ લગ્ન કરાવવા માટે બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તેણે જીવનનો અંત આણ્યો હતો. તમને જણાવી દઈએ કે યુવક અને યુવતી બે અગલ અગલ વર્ગના છે. આવી સ્થિતિમાં બંનેના લગ્ન ન થવાના કારણે તેઓએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.