જી.એન.એસ, તા.૧૨
ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહને 1થી 18 એપ્રિલ સુધી ઇંગ્લેન્ડમાં રમાનાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઠ એમ્બેસેડરમાં એક પસંદ કરવામાં આવ્યો છે.
આઇસીસીએ આજે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઠ એમ્બેસેડરની જાહેરાત કરી છે, જેમાં હરભજન સિંહનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત પાકિસ્તાનના શાહિદ અફરિદી, બાંગ્લાદેશના હબીબૂલ બશર, ઇંગ્લેન્ડના ઇયાન બેલ, ન્યૂઝીલેન્ડના શેન બ્રોન્ડ, ઓસ્ટ્રેલિયાના માઇક હસ્સી, શ્રીલંકાના કુમાર સંગકારા અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ ટૂર્નામેન્ટ માટે અન્ય એમ્બેસડર હશે. આ જાહેરાત ટૂર્નામેન્ટના ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ધ ઓવલમાં શરૂ થનાર મુકાબલાના 50 દિવસ પહેલા થઇ છે.
આઇસીસી દ્વારા જારી નિવેદનમાં હરભજન સિંહે ક્હ્યું કે, વૈશ્વિક ટૂર્નામેન્ટનો એમ્બેસેડર નિયુક્ત કરાયો, તે ખરેખર ગર્વની વાત છે. મને પૂરો વિશ્વાસ છે કે, ગત ચેમ્પિયન ટીમ ઇન્ડિયા આમાં ઊંચાઇ હાંસલ કરશે. ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ એ ભારતીય ટીમનો સભ્ય હતો, જેણે 2002માં શ્રીલંકા સામે ટ્રોફી શેર કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.