Home મનોરંજન હરનાઝ સંધુનું ટ્રાન્સફોર્મશનથી ત્રણ મહિનામાં બદલાઈ ગઈ, જોઈ ચાહકો આશ્ચર્યચકિત થયા

હરનાઝ સંધુનું ટ્રાન્સફોર્મશનથી ત્રણ મહિનામાં બદલાઈ ગઈ, જોઈ ચાહકો આશ્ચર્યચકિત થયા

62
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ


હરનાઝ સંધુ મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે હરનાઝના માથા પર મિસ યુનિવર્સનો તાજ શણગારવામાં આવે છે, ત્યારે તેની સુંદરતા વધુ આકર્ષક બની જાય છે. મિસ યુનિવર્સનો તાજ જીત્યા પછી હરનાઝની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ. તાજેતરમાં ચાહકોને હરનાઝનુ ટ્રાન્સફોર્મશન જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બર 2021માં જ્યારે હરનાઝે તાજ જીત્યો ત્યારે તેની ફિટનેસથી બધા પ્રભાવિત થયા હતા. હરનાઝને આ રીતે જોઈને દરેક યુવતી તેના જેવી બનવા માગતી હતી. હરનાઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.તે ચાહકો સાથે તેની તસવીરો શેર કરી રહી છે અને ચાહકોને પ્રેરણા આપતા જોવા મળે છે. હાલમાં જ હરનાઝની કેટલીક વધુ તસવીરો સામે આવી છે જેમાં તેણે રેડ વેલ્વેટનો સ્લિમ ફિટ લોગ આઉટફિટ પહેર્યો છે જેમાં સ્લિટ પણ દેખાય છે. આ ફોટો જોઈને કેટલાક ફેન્સ હરનાઝને પૂછી રહ્યા છે કે તેનું વજન વધી ગયુ છે. મિસ યુનિવર્સ બન્યાના ત્રણ મહિના બાદ જ લોકોને હરનાઝમાં બદલાવ જોવા મળ્યો છે. હરનાઝના વધેલા વજનનો અંદાજ તેના હાથ પરથી લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હરનાઝે થોડા મહિનામાં ઘણું વજન વધાર્યું છે. તસવીરો જોઈને ઘણા લોકો હરનાઝને ‘ચબી’ કહી રહ્યા છે. લક્ષ્મી ફેશન વીકમાંથી હરનાઝનો રેડ વેલ્વેટ ડ્રેસ લુક સામે આવ્યો છે. લક્ષ્મી ફેશન વીકમાં હરનાઝે રેમ્પ વોક કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગરોળી આવતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા
Next articleજન ગણ મન ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો