(GNS),13
પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ સામે લડી રહેલા ઈઝરાયેલે હવે, તેના પડોશી દેશ સીરિયા પર હુમલો કર્યો છે. સીરિયાના અખબાર ‘અલ-વતન’ ના અહેવાલ અનુસાર, ઈઝરાયલે દમાસ્કસ અને અલેપ્પોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો છે. જેના કારણે દમાસ્કસ અને અલેપ્પોના એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર એરપોર્ટ રનવે પર કથિત રીતે તોપમારો કરવામાં આવ્યો છે. એવી શંકા સેવાઈ રહી છે કે ઈઝરાયેલે આ હુમલાઓ દ્વારા ઈરાનથી આવતા હથિયારોને નિશાન બનાવ્યા છે. સીરિયાની સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે..
સીરિયાની સરકારી ટીવી ચેનલે, સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 1.50 વાગ્યે ઇઝરાયેલની સેનાએ અલેપ્પો અને દમાસ્કસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટ છોડ્યા હતા. જેના કારણે એરસ્ટ્રીપને ભારે નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબરને શનિવારના રોજ જ્યારે હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હિચકારો હુમલો કર્યો, ત્યારે વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અત્યાધુનિક સૈન્ય, ટેક્નોલોજી અને શસ્ત્રોથી સજ્જ ઈઝરાયેલને આ હુમલાની ગંધ પણ નહોતી આવી. આ પછી, ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં હમાસના ગાઝા સ્થિત ઘણા ઠેકાણાઓ નષ્ઠ કરાયા હતા..
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે જાહેર કરેલ યુદ્ધ હજુ પણ ચાલુ છે. યુદ્ધમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ઇઝરાયલીઓ તેલ અવીવ પહોંચી રહ્યા છે. આ યુદ્ધમાં ઈઝરાયેલમાં મૃત્યુઆંક 1,200 પર પહોંચી ગયો છે. જ્યારે ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 1,100થી વધુ લોકો માર્યા ગયા છે. અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલ સરકારના જાહેર કર્યા મુજબ હમાસના લડવૈયાઓએ કરેલા હુમલામાં 44 વિદેશી નાગરિકો પણ મોતને ધાટ ઉતર્યા છે. તેમજ 150થી વધુ વિદેશીઓ હજુ પણ લાપત્તા છે. જેમની શોધખોળ ઈઝરાયેલ સરકારે હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.