Home ગુજરાત હનુમાન જયંતી ના દિવસે નવસારીમાં એક ભંડારામાં પ્રસાદ લીધા બાદ 100થી વધુ...

હનુમાન જયંતી ના દિવસે નવસારીમાં એક ભંડારામાં પ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકો ને ફૂડ પોઝનિંગની અસર

47
0

(જી.એન.એસ) તા 13

નવસારી

નવસારીમાં મટવાડા અને સામાપોર ગામે હનુમાન જયંતિના દિવસે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દરેક લોકો એ બજરંગબલી હનુમાનજી ના દર્શન કર્યા બાદ બંદર માં મહાપ્રસાદ નો લાભ લીધો હતો. પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે 100 થી વધુ લોકો ને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં લોકો ને ફૂડ પોઇઝનિંગ ની અસર હોવાનુ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. પોઇઝનિંગની ઘટનામાં સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત થયા હતાં.સમયસર તેમને સારવાર આપતા તેઓ સુરક્ષિત છે. ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે જેમાં પ્રસાદ રૂપે પીરસવામાં આવેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. ફૂડ વિભાગ દ્વારા છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field