Home ગુજરાત હજીરા આગ દુર્ઘટના મામલે : સુરત સિવિલમાંથી પોલીસે રાતોરાત ચાર મૃતદેહ પરિવારને...

હજીરા આગ દુર્ઘટના મામલે : સુરત સિવિલમાંથી પોલીસે રાતોરાત ચાર મૃતદેહ પરિવારને સોંપ્યા, રિપોર્ટ બાદ કંપની સામે કાર્યવાહીની શક્યતા

4
0

(જી.એન.એસ) તા.૪

સુરત,

ડીએનએનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી જેતે મૃતદેહ રાતના સમયે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા હજીરા આગ દુર્ઘટનામાં સુરત સિવિલમાંથી ચાર મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. બનાવમાં રિપોર્ટ આવ્બાયા કંપની સામે કાર્યવાહીની શક્યતા વ્યક્ત થઈ રહી છે.સુરતમાં હજીરા ખાતેની એએમએનએસ કંપનીના ચારેય મૃતકની ઓળખ માટે પરિવારના સદસ્યોનાં ડીએનએ સેમ્પલ સીએમઓ દ્વારા લેવાયાં હતાં. ત્યાર બાદ ગતરોજ રાત્રે પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ દ્વારા રાતોરાત પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. હજુ ડીએનએના ઓફિશિયલ રિપોર્ટ આવ્યા નથી, તેમ છતાં આજે વહેલી સવારે પરિવાર સિવિલમાંથી મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા.સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત ચાર પરિવાર માટે કરુણાત્મક રહી હતું. હજીરાની એએમએનએસ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ આગના કારણે ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આગમાં ભડથું થઈ ગયેલા ચારેયના મૃતદેહોને પરિવાર ઓળખી પણ નહીં શકે એવી હાલત થઈ ગઈ હતી. મૃતદેહોની ઓળખ માટે નવી સિવિલમાં ફરજ પરના સીએમઓ દ્વારા મૃતક જિજ્ઞેશ પારેખના ભાઈ નયન, મૃતક ધવલ પટેલના પિતા નરેશભાઈ, મૃતક સંદીપ પટેલના પિતા અશોકભાઈનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જ્યારે ગણેશ બુધના ભાઈ શ્રીકૃષ્ણ બુધનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ડીએનએનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી જેતે મૃતદેહ રાતના સમયે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. પરિવારજનો મૃતદેહને વહેલી સવારે પાંચ વાગ્યે લઈને રવાના થયાં હતાં.ત્રણ દિવસ મૃતકોના પરિવાર અને સંબંધીઓ આખો દિવસરાત સિવિલ ખાતે બસીને મૃતકોને યાદ કરી રહ્યા હતા, પણ કંપનીના કોઈ અધિકારી અહીં આવ્યા નહોતા. દરમિયાન સિવિલના આર.એમ. ડો. કેતન નાયક અને ડો. લક્ષ્મણે માનવતા દાખવીને પોસ્ટમોર્ટમ પાસે પરિવારજનોને સાંત્વના આપી હતી અને તમામ માટે ભોજનની વ્યવસ્થા કરાવી હતી. મહુવાના મૃતક યુવાનનો મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવા પણ કહ્યું હતું. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ માં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઓલપાડ પ્રાંતને તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ કર્યા બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સટુ પ્લાન્ટમાં તપાસ શરૂ કરશે. થર્ટીફર્સ્ટની રાત્રિના હજીરાની એએમએનએસના કોરેક્સટુ પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં ચાર વ્યક્તિનાં કરુણ મોત થયાં હતાં. ગંભીર કેસમાં સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ સંપૂર્ણ તપાસ કરીને બે દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણિયાને આદેશ કર્યો હતો. કંપની દ્વારા કેવાં પગલાં ભરાયાં? કેવી કેવી કામગીરી કરાઈ? બધાનો સંર્પૂણ અહેવાલ તૈયાર કરીને આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેક્ટરને સુપરત કરશે. ત્યાર બાદ કેસમાં કમિટી બનાવવી કે નહીં? અંગે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લેવાશે. રિપોર્ટ આધારે કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે નિર્ણય લેવાશે.2024ના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં સુરતના હજીરા ખાતે આવેલી AMNS  કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં સાંજે ભયાનક આગની ઘટના બની હતી. ઘટનામાં ચાર જેટલા કર્મચારીનાં મોત થયાં છે. ચારેયના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ રિપોર્ટ કરવા પડ્યા છે. મૃતકોનાં પરિવારજનો હોસ્પિટલ પર આવી પહોંચ્યાં હતાં અને રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field