Home Uncategorized હંગરીની બાઈક નિર્માતા કંપની કિવેએ ભારતમાં ચોથું ટુવ્હીલર લોન્ચ કર્યું

હંગરીની બાઈક નિર્માતા કંપની કિવેએ ભારતમાં ચોથું ટુવ્હીલર લોન્ચ કર્યું

42
0

હંગરીની બાઈક નિર્માતા કંપની Keeway એ ભારતમાં તેમની ચોથું ટુ વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીએ એક નવી મોટરસાયકલ Keeway V302C લોન્ચ કરી છે. આ ૩૦૦ સીસી સેગમેન્ટમાં બોબર બાઇક છે. બાઈકનો લૂક તમને Harley Davidson Iron 883 ની યાદ અપાવી શકે છે. ખાસ વાત એ છે કે આ બાઈકને માત્ર ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. Keeway V302C બોબર બાઈકની કિંમત ૩.૮૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

તેને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. દરેક કલરની પ્રાઈસ અલગ રાખવામાં આવી છે. શું છે કિંમત (એક્સ-શોરૂમ), ગ્લોસી ગ્રે કલરની કિંમત – ૩,૮૯,૦૦૦ રૂપિયા, ગ્લોસી બ્લેક કલરની કિંમત – ૩,૯૯,૦૦૦ રૂપિયા, ચમકતા લાલ કલરની કિંમત – ૪,૦૯,૦૦૦ રૂપિયા Keeway V302C બોબર મોટરસાયકલમાં ૨૯૮ સીસીનું ફ-ટિ્‌વન એન્જિન આપવામાં આવ્યું છે.

આ એન્જિન ૫,૮૦૦ આરપીએમ પર ૨૯.૧ બીએચપી અને ૬,૫૦૦ આરપીએમ પર ૨૬.૫ એનએમ જનરેટ કરે છે. એન્જિનને ૬ સ્પીડ ટ્રાન્સમિશન સાથે જાેડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ચેનની જગ્યાએ બેલ્ટ ફાઈનલ ડ્રાઈવ છે. આ ડ્યુઅલ ચેનલ ABS અને એલોય વ્હીલ્સ સાથે આવે છે.

બાઈકની બંને સાઈડ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટમાં ૩૦૦mm ડિસ્ક અને રિયરમાં ૨૪૦mm ડિસ્ક મળે છે. વજનની વાત કરીએ તો આ ખુબ જ ભારે નથી. તેનું વજન માત્ર ૧૬૭ કિલોગ્રામ છે.

કંપનીએ સીટ હાઈટ પણ ૬૯૦ મિમિ રાખી છે. એટલે કે નાની હાઈટના લોકો પણ તેને સરળતાથી ચલાવી શકે છે. અને 15 liter ફ્યુઅલ ટેંક કેપેસીટી છે અને તેમાં આગળની બાજૂએ ૧૨૦mm ટ્રાવેલની સાથે USD ટેલિસ્કોપિક ફોર્ક્‌સ અને ૪૨mm ટ્રાવેલ સાથે પાછળની બાજૂએ એલોય ડેમ્પ્ડ ટેલિસ્કોપિક કોઈલ સ્પિંગ છે.

કીવી ઇન્ડિયાએ હવે આ મોટરસાયકલનું બુકિંગ શરૂ કરી દીધું છે અને ડિલીવરી સપ્ટેમ્બર ૨૦૨૨ માં શરૂ થશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિજય દેવરકોંડા થિયેટરમાં પોતાની ફિલ્મ જાેઈ અપ્સેટ થઈ ગયો
Next articleઊંઝા ગંજબજારના વેપારી સાથે રાજસ્થાની વેપારીએ રૂ.૧૪.૯૬ લાખની ઠગાઈ કરી