Home દેશ - NATIONAL સ્વાસ્થ્ય મંત્રાલયે કરોડો રૂપિયાનું ફંડ નાણા મંત્રાલયને કર્યું પરત, જાણો કારણ

સ્વાસ્થ્ય મંત્રાલયે કરોડો રૂપિયાનું ફંડ નાણા મંત્રાલયને કર્યું પરત, જાણો કારણ

43
0

દેશમાં કોરોનાના ઘટતા કેસ અને રસીકરણના વધતા પર્સન્ટેજ જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા 4,237 કરોડ રૂપિયા નાણા મંત્રાલયને પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 1.8 કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન માટે પૂરતી છે.

વાત જાણે એમ છે કે કોવિડ-19ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ આપવા માટે અમૃત મહોત્સવ નામથી 75 દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જોવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક પડ્યો છે. જેમાંથી કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે.

હવે આ બધા કારણો જોતા સરકારે હવે રસી ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે 6 મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારે ગત વર્ષ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ માટે તેમને કોવિડ-19 રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 16 ઓક્ટોબર 2022 સુધીમાં દેશમાં 219.32 કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની 98 ટકા વયસ્ક વસ્તી કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે 92 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.

આ ઉપરાંત દેશના 15 થી 18 વર્ષના 93.7 ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 72 ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. 12થી 14 વર્ષના વર્ગમાં 87.3 ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 68.1 ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી 27 ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગલવાન ઘાટીમાં થયેલી હિંસાનો વીડિયો દેખાડવામાં આવ્યો, ચીનમાં CPC બેઠક શરૂ
Next articleકોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન