Home મનોરંજન - Entertainment સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયું ‘લાઈગર’નું નવું પોસ્ટર

સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયું ‘લાઈગર’નું નવું પોસ્ટર

45
0

(જી.એન.એસ),તા.૧૬
મુંબઈ
આજે દેશ-વિદેશમાં રહેતા ભારતીય લોકો જાેરશોરથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની રીતે રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે. કારણ કે તે દેશના દરેક એક નાગરિક માટે ખાસ છે અને બધા માટે ઉલ્લાસથી ભરેલો દિવસ છે. આઝાદીના આ પાવન અવસર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ સેલિબ્રેટ કરતા જાેવા મળી રહ્યા છે. આ દરમિયા તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’નું નવું પોસ્ટર રિલીઝ થયું છે, જે ઘણું ખાસ છે. ફિલ્મની ટીમે ૧૫ ઓગસ્ટ પર લીડ હીરોનો નવો લુક રિલીઝ કરી દેશના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તાજેતરમાં ‘લાઈગર’ના પ્રોડ્યુસર ચાર્મી કૌરે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં વિજય દેવરાકોંડા મસ્ક્યુલર બોડીની સાથે શર્ટલેસ લુકમાં જાેવા મળી રહ્યો છે. ફોટોમાં તે એક એથલીટની જેમ તિરંગો ઓઢતો જાેઈ શકાય છે. ફિલ્મમાં તે એક બોક્સરની ભૂમિકામાં જાેવા મળશે. આ નવું પોસ્ટર રિલીઝ કરતા ચાર્મીએ લખ્યું, ‘યાદ રાખો આપણે બધા ભારતીય છીએ અને આપણે ફાઈટર્સ અથવા લડવૈયાઓ પણ છીએ…બધાને ૭૫મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.ઈંન્ૈંય્ઈઇ વર્લ્ડવાઈડ રિલીઝના ૧૦ દિવસ અને…’ ‘લાઈગર’ દ્વારા વિજય દેવરાકોંડા બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે અને આ એક પેન ઈન્ડિયા ફિલ્મ છે જે ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મમાં અનન્યા પાંડે લીડ એક્ટ્રેસ છે જે પહેલી વખત સાઉથના હીરોની સાથે કામ કરી રહી છે. તેમાં અમેરિકાના પૂર્વ પ્રોફેશનલ બોક્સર માઈક ટાયસન પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. લાઈગરે સેંસર બોર્ડની ફોર્મેલિટી પૂરી કરી દીધી છે અને તેને ેંછ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સેંસર બોર્ડે ફિલ્મના વખાણ કર્યા છે અને તેમજ તેના ટ્રેલરને પણ લોકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મનો રન ટાઈમ ૨ કલાક ૨૦ મિનિટ છે અને તેમાં એક્શન સીન્સ ભરપૂર છે. સાથે જ ફિલ્મના ગીત અને દેવરાકોંડાના ડાન્સ મૂવ્સે પણ લોકોનું દિલ જીતી લીધું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થવાથી આમિર ખાન ડિપ્રેશનમાં
Next articleભારતની અર્થવ્યવસ્થાને થઈ રહ્યું છે નુકસાન ઃ અક્ષયકુમાર