ગાંધીનગર, માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મેરેથોન રન/વોકના આયોજન થકી “સ્વચ્છતા કી દૌડ, હરે કલકી ઓર”નો સંદેશ આપવામાં આવ્યો
(જી.એન.એસ)તા.1
ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” અંતર્ગત ૧૭/૦૯/૨૦૨૪થી ૦૨/૧૦/૨૦૨૪ સુધીમાં સ્વચ્છતા અન્વયે જગૃતતા ફેલાવા માટે ભારતના જુદા જુદા રજ્યોમાં વિભિન્ન કાર્યક્રમોનુ આયોજન થઇ રહ્યુ છે. ત્યારે સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાના મુખ્ય હેતુ સાથે પર્યાવરણની રક્ષા થાય અને લોકોમા જાગૃતતા ફેલાઈ તે માટે રીજીઓનલ ઓફીસ, ગાંધીનગર, માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા “સ્વચ્છતા કી દૌડ, હરે કલકી ઓર” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ. તા.૦૧, ઓક્ટોબરના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક દરમિયાન સરગાસણ ગાંધીનગર ખાતે, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં- ૧૪૭ પર ૪ કીમી લંબાઇની મેરેથોન રન/વોકનુ કરવામા આવ્યું હતું. જેમાં આશરે ત્રણસોથી વધુ લોકો જોડાયા હત. જે પૈકી તારાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા માર્ગ અને મકાન વિભાગના અન્ય અધિકારીશ્રીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યક્તિઓ દ્વારા વૃક્ષા રોપણની પણ કામગીરી કરાવવામા આવી હતી. આ કાર્યક્રમમાં અંતર્ગત શ્રી વિનય બંસલ, રીજીઓનલ ઓફીસર, ગાંધીનગર માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર, સમિર રાવલ, મુખ્ય ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરી માર્ગ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર તથા શ્રી સુનિલ યાદવ, રીજીઓનલ ઓફીસર, એન.એચ.એ.આઇ., ભારત સરકાર વગેરે હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.