Home ગુજરાત “સ્વચ્છતા એજ સેવા”સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ ખાતે વસ્તી...

“સ્વચ્છતા એજ સેવા”સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ ખાતે વસ્તી ગણતરી નિયામકની કચેરી દ્વારા રેલીનું આયોજન

23
0

(જી.એન.એસ),તા.૨૬
જાહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છતા અને હરિયાળી ધરતીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં વસ્તી ગણતરી નિયામકની કચેરી દ્વારા આજે સવારે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વસ્તી ગણતરી નિયામક શ્રીમતી આર્દ્ર અગ્રવાલ દ્વારા સ્વચ્છ ભારત ઝુંબેશ 3.0 અંગે જાગૃતતા અભિયાનના ભાગ રૂપે ગાંધીનગરના ઈન્દ્રોડા ખાતેથી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ દર્શાવતા બેનરો, સ્વચ્છ અને હરિયાળા ભારતના સૂત્રો દર્શાવતા પ્લેકાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રેલીમાં વસ્તી ગણતરી નિયામકની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજે 75 જેટલા અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં ઈન્દ્રોડા ગામના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન મકવાણા તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલનપુર નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર કમિટી નિમવામાં આવી હતી
Next articleગુજરાતમાં ‘મેલેરીયા નિર્મૂલન’ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સંકલન બેઠક યોજાઈ