Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સ્માર્ટફોનને ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જોડાયેલ ચાર્જર નુકસાનકારક સાબિત થઈ...

સ્માર્ટફોનને ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જોડાયેલ ચાર્જર નુકસાનકારક સાબિત થઈ શકે

15
0

(જી.એન.એસ),તા. 25

નવીદિલ્હી,

તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ આપવાના છીએ જે તમને સ્માર્ટફોન ચાર્જિંગ કરવાના મામલે ઘણી મદદરૂપ થશે. ફોન ચાર્જ કરતી વખતે આળસ કરવામાં આવતી હોય છે. સ્માર્ટફોનને ચાર્જ થઇ જાય પછી પણ ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જોડાયેલ ચાર્જરને અલગ કરવામાં આવતું નથી પરંતુ આ ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે મનમાં પ્રશ્ન થાય કે શા માટે ચાર્જર બંધ કરવું જોઈએ? તો તેનો જવાબ છે, તમારે હંમેશા ચાર્જિંગ પછી ચાર્જર બંધ કરવું જોઈએ કારણ કે તેના કારણે તમારા ઘરની વીજળીનો વપરાશ પણ ચાલુ રહે છે. આ ઉપરાંત તેના કારણે બ્લાસ્ટ થવાનો પણ ખતરો છે. સ્પાર્કિંગ તેને કાયમ માટે નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે તમે ચાર્જિંગ તરત જ બંધ કરી દો. ઘણી વખત આપણે આ તરફ ધ્યાન આપવાનું ટાળતા હોય છે પણ આવું કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે ચાર્જરને કનેક્ટેડ છોડી દો છો તો તમારું પગલું જોખમી પણ સાબિત થઇ શકે છે આ યપરાંત તે બગડી શકે તેવી સંભાવના છે. આનાથી એડેપ્ટર ઓવર હીટ થાય છે અને તેને નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કેટલીકવાર આના પર ધ્યાન ન આપવું તમને નુકસાન પહોંચાડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવતા જ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો
Next articleમાતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા ભક્તો માટે સારા સમાચાર