મુંબઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી
(GNS),23
‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું છે. આદિત્ય માત્ર 25 વર્ષનો હતો. સોમવારે, 22 મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી. તે બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો.
મિત્રે તરત જ ઈમારતના ચોકીદારને જાણ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, ડોક્ટરો સુધી પહોંચે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો. મુંબઈ પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આશંકા છે કે, આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ છે. જોકે, પોલીસ વધુ તપાસ કર્યા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માંગતી નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે. આદિત્ય સિંહ રાજપૂતને સૌથી પહેલા ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’થી લોકપ્રિયતા મળી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેઓ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા. મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનાર આદિત્ય સિંહ રાજપૂતે 300થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયામાં સંઘર્ષ કરીને, તેણે પોતાની બ્રાન્ડ ‘પોપ કલ્ચર’ શરૂ કરી, જેના હેઠળ તેણે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું.
આદિત્ય સિંહ રાજપૂતનો જન્મ દિલ્હીમાં થયો હતો. જોકે, તેનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે. માત્ર 17 વર્ષની ઉંમરે મોડલિંગ કરિયર શરૂ કરનાર આદિત્યના પરિવારમાં માતા-પિતા સિવાય એક મોટી બહેન છે. લગ્ન પછી તેની બહેન અમેરિકા શિફ્ટ થઈ ગઈ.
આદિત્યએ ‘ક્રાંતિવીર’, ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે ટીવી શો CIA (CAMBALA Investigation Agencys)માં પણ જોવા મળ્યો હતો. આદિત્ય છેલ્લા કેટલાક સમયથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કારકિર્દી બનાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈની પેજ-3 પાર્ટીઓથી લઈને ફિલ્મ જગતમાં તેની સારી પકડ હોવાનું માનવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.